Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટ્રીપલ અકસ્માત: એકનું મોત : ત્રણ ઘાયલ

માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રિપલ અકસ્માત: ડમ્પર અને બે બાઈક વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર ટ્રીપલ અકસ્માતની ગોઝારી ઘટના ઘટી છે. આ ભયંકર અકસ્માતમાં એકનું મોત થયુ છે અને 3ની હાલત અત્યંત ગંભીર છે. 

સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર અકસ્માતની ઘટના બની છે.માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને બે બાઈક વચ્ચે અકસ્માત થયો છે. અક્સમાત થતા એક બાઈક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યા છે જયારે 3 જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને તુંરત જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા

આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

(12:55 pm IST)