Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગોંડલમાં બેવફા પત્નિએ નણદોયા સાથેના લફરાને લીધે પોતાના પતિની હત્યાનો પ્લાન ઘડ્યોઃ બંનેની ધરપકડ

વિરેન્દ્ર શિયાળની પત્નિ કૈલાસનો પતિના બનેવી જીતેશ વાધમશી સાથે પ્રેમ હોઇ બંનેએ મળી વિરેન્દ્રનો કાંટો કાઢવા ઝેરી દારૂ પીવડાવ્યોઃ પણ ઝેરની ગંધ વિરેન્દ્ર પારખી જતાં વધુ ન પીધો ને બચી ગયો

ગોંડલ,તા.૧૮: ગોંડલમાં નણદોયા સાથેના અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ યુવાનને દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર પત્ની અને તેના પ્રેમી યુવાના બેનવીની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ મણીનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્રભાઈ ભીખાભાઈ શિયાળ (ઉંમર વર્ષ ૪૪) એ સિટી પોલીસ મથકમાં તેના સગા બનેવી જીતેશ ઉર્ફે લાલો પુંજાભાઈ વાઘમશી (રહે જેતપુર રોડ લક્ષ્મી નગર ગોંડલ) તેમજ તેના પત્ની કૈલાશબેન વિરેન્દ્રભાઈ શિયાળ વિરુદ્ઘ દારૂમાં ઝેર ભેળવી પીવડાવી હત્યા કરવાની કોશિશ ની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૦૭, ૧૨૦ણુ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

વિરેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૧૯ જાન્યુઆરી રવિવારના સાંજે તેના સગા બનેવી જીતેશે દારૂ પીવા માટે તાલુકા પોલીસ મથકની બાજુમાં પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો અને તેને બે ગ્લાસ દારૂ ભરીને તૈયાર રાખ્યા હતા અને એ દારૂ પિતા તેમાં તેને ઝેરી ગંધ આવતા દારૂ પડતો મુકી ઘરે પહોંચ્યા હતા જયાં તેમને ચક્કર આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ઝેરી દવા પીધી હોવાનું બહાર આવ્યું હતું અને દવાખાનામાંથી રજા મળતા આજે તેઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે આ સાથે તેના પત્ની અને બનેવી ના અણ છાજતા ફોટોગ્રાફ તેમજ મોબાઇલ ફોનની ત્રણ ઓડિયો કિલપ પણ પોલીસને આપી હતી. આ ઓડિયો કિલપમાં અનૈતિક સંબંધ માં આંધળા બનેલા જીતેશ અને કૈલાસ દ્વારા વિરેન્દ્ર તથા તેના બહેન વર્ષાનો કાંટો કાઢી નાંખવાની વાતચીતનો પણ ઓડિયો હોવાનું જણાવ્યું હતું.

ગોંડલના પીઆઇ સમાનુજ તથા રાઇટર હરેન્દ્રસિંહ સહિતના સામે સાબાની હત્યાની પ્રયાસ કરનાર બનેવી જીતેશ ઉર્ફે લાલો પ્રેમભાઇ વાધમશી તથા તેની સાથે અનૈતિક સંબંધ ધરાવનાર તથા તેની સાથે અનૈતિક સંબંધ પત્ની કૈલાશબેનની ધરપકડ કરી પુછતાછ હાથ ધરી છે. આ બનાવે ગોંડલ પંથકમાં ભારે ચકચાર જગાડી છે.

(12:15 pm IST)