Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગોંડલમાં કારમાં ૧૦પ બોટલ દારૂ સાથે જેતપુરનો નિરવ રાદડીયા પકડાયો

રાજકોટ, તા., ૧૮: ગોંડલમાં સબ જેલ પાસે કારમાં દારૂ સાથે નીકળેલ જેતપુરના  શખ્સને રેન્જની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્જની રીડર બ્રાંચમાં આવેલ ખાનગી હકીકત આધારે ડીઆઇજીપી સંદીપસિંહે સાયબર સેલના પો.સ.ઇ. શ્રી પી.સી.સરવૈયાને હકીકત આધારે રેઇડ કરવા સુચના કરતા પો.સ.ઇ. તથા રલડર શાખાના પોલીસ કોન્સ. દિગુભા ઝાલાએ હકીકત આધારે ગોંડલ સીટી પો.સ્ટે.વિસ્તારમાં ગોંડલ સબ જેલ સામે આવેલ રોડ પરથી ટેરોનો કાર નં. જી.જે. ર૪ કે-૯૯૩૬માંથી આરોપી નિરવ જીવણભાઇ રાદડીયા રહે. જેતપુર, નવાગઢ જી. રાજકોટ વાળાને ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦પ કિ. છે.૮૯,રપ૦ તથા કાર-૧ તથા મોબાઇલ ફોન-૩ તેમજ સોનાની ચેઇન-વીટી મળી કુલ છે. ૯,૯ર,૮ર૦ના મુદામાલ સાથે અટક કરી નાસી જનાર આરોપી પરમાર, પપ્પુ મહારાજ બાબુભાઇ રહે. ચાંપરાજપુર તા.જેતપુર મુળ રાજસ્થાનવાળા વિરૂધ્ધ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

(12:15 pm IST)