Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

વેરાવળ (ભાડલા) ખેતર પાસેથી બાઇક લઇને નિકળવાની ના કહી જેન્તીભાઇ નાગાણી પર હુમલો

જયરાજ નાગાણી અને રમેશ નાગાણી સામે ગુનો

રાજકોટ, તા. ૧૮ : ભાડલાના વેરાવળની સીમમાં આવેલી વાડીની બાજુમાં રસ્તા પરથી બાઇક લઇને ન નિકળવા બાબતે બે શખ્સોએ યુવાનને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ વેરાવળ (ભાડલા) ગામમાં રહેતા જેન્તીભાઇ વેલાભાઇ નાગાણી (ઉ.વ.૩ર) ના માતા-પિતા રાજકોટના ગઢડા ખાતે ખેતીની જમીન વાવતા હોઇ, ત્યારે ગઇકાલે જેન્તીભાઇ નાગાણી વેરાવળ (ભાડલા) ગામની સગ્ગા તરીકે ઓળખાતી સીમમાં બાઇક લઇને જતા હતાં ત્યારે ગામના જયરાજ રમેશભાઇ નાગાણી અને રમેશ લવજીભાઇ નગાણી તેના માતા-પિતાને વાડીના રસ્તામાં મોટર સાયકલ ચલાવવા બાબતે બોલાચાલી થઇ હોઇ, તે બાબતે જેન્તીભાઇને ફોનમાં ગાળો આપી હતી. જેન્તીભાઇ નાગાણી ગઢડા જતા હોઇ આ બંને શખ્સો બાઇક પર આવી જેન્તીભાઇ સાથે ઝઘડો કરી લોખંડના પાઇપ વડે માર મારી જમણા હાથની કોણી પાસે અને પગમાં ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. બાદ જેન્તીભાઇને સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે ભાડલા પોલીસે જેન્તીભાઇની ફરીયાદ પરથી જયરાજ અને રમેશ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વલ્લભભાઇ બાવળીયાએ તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)