Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ વહન કરતા વાહનો પકડાયા : મૂળીના ટીંડાણામાંથી ૭ લાખનો મુદ્દામાલ જપ્ત : ચુડા પોલીસની હદમાંથી ૨૫ લાખની રેતી ચોરી પકડાઇ

વઢવાણ તા. ૧૮ : મુળી, ચોટીલા, થાન, સાયલા સહિતના તાલુકાઓમાં અખુટ પ્રમાણમાં ખનીજ સંપતિ આવેલ છે જયારે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ સંપત્તિનું ખનન અને વહન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ખાણ ખનીજ વિભાગની ટીમના વિજયભાઈ સુમેરા, કિરણભાઈ પરમાર સહિતની ટીમે ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું.ઙ્ગ

જેમાં મુળી તાલુકાના ટીડાણા ગામેથી હીટાચી મશીન સહિત ગેરકાયદેસર સાદી રેતી સહિત અંદાજે છે.૭ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને માલીક મહેન્દ્રસિંહ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જયારે ચુડા પોલીસ મથકની હદમાંથી ગેરકાયદેસર રોયલ્ટી અને પાસપરમીટ વગર સાદી રેતી ચોરી કરતાં ડમ્પર સહિત અંદાજે છે.૨૫ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ડમ્પર માલીક રાજાભાઈ મુમાભાઈ રહે.મોરવાડ તા.ચુડાવાળા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.ઙ્ગ

આ ઉપરાંત ટોકરાળા-પાણશીણા રોડ પર પણ ચેકીંગ દરમ્યાન રોયલ્ટી પાસ પરમીટ વગર કપચી ભરેલ વાહનચાલક જગદીશભાઈ સામે ફરિયાદ નોંધી અંદાજે છે.૨૫ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો અને પુછપરછમાં ડમ્પરના માલીક ઈસુભાઈ રહે.સુદામડાવાળા હોવાનું બહાર આવ્યું હતું. આમ ખાણ ખનીજ વિભાગે બે-ત્રણ દિવસમાં અંદાજે છે.૯૭ લાખનો મુદ્દામાલ સહિત ખનીજ ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જયારે ખાણ ખનીજ વિભાગની રેઈડથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(12:13 pm IST)