Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મોરબી જીલ્લાના તાલુકાઓમાં સિંચાઇ માટે પાણી આપવાની માંગણી

મોરબી,તા.૧૮: જીલ્લાના તમામ તાલુકાઓમાં સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે મોરબી જીલ્લા પંચાયત સદસ્યે રાજયના મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય મનીષાબેન સરાવાડિયાએ રાજયના જળ સંપત્ત્િ। વિભાગના મંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે મોરબી જીલ્લાના લગભગ તમામ તાલુકામાં ચોમાસું પાક નિષ્ફળ ગયેલ છે અને હાલમાં જગતના તાત એવા ખેડૂતો ઉનાળુ પાકના વાવેતરમાં વ્યસ્ત હોય જેથી ખેડૂતોને ચોમાસું પાક જેમ આ પાક નિષ્ફળ ના જાય તે માટે ખેડૂતો સિંચાઈનું કેનાલ વાટે પાણી પૂરું પાડવા કોઈ નક્કર આયોજન કરેલ છે કે કેમ ? તેવા પ્રશ્ન પૂછીને આ બાબતે જો સરકાર તરફથી કોઈ વિચારણા ન કરેલ હોય તો ખેડૂત ભાઈઓ ખેતીમાં કોઈ પ્રકારના ખોટા ખર્ચ કરે નહિ જેથી સ્પષ્ટ નીતિ જાહેર કરવા વિનંતી કરી છે અને ખેડૂતો માટે સિંચાઈના પાણીની વ્યવસ્થાની માંગ કરી છે.

પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાય તો આંદોલન

મોરબીઃ શહેર તેમજ રવાપર અને શનાળા ગામમાં વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે જે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને માંગ કરાઈ છે અને યોગ્ય કાર્યવાહી ના થાય તો કાનૂની લડત તેમજ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ કમિશ્નર મ્યુનીસીપાલીટી એડમિનીસ્ટ્રેશન ગાંધીનગરને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેરમાં વરસાદી પાણીના નિકાલની જગ્યાઓ પર દબાણ ખડકાયા છે જે અંગે દ્યટતી કાર્યવાહી કરવા અંગેની જાણ કરવામાં આવી હતી.

જો આવી જ સ્થિતિ રહેશે તો ચોમાસામાં ફરી લોકોના દ્યરમાં પાણી ભૂસી જશે અને લોકો પરેશાન થશે તેમજ તેના જાનમાલની નુકશાની થશે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો કોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની ફરજ પડશે તેમજ સ્થાનિકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

(10:37 am IST)