Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પોષણક્ષમ ભાવો ન મળતા ધોરાજીના ખેડૂતે ડુંગળીના ઉભા પાકમાં પશુઓ છોડી દીધા

ધોરાજી તા. ૧૮ : ધોરાજી ખાતે રહેતા અને જામકંડોરણા રોડ પર ખેતર ધરાવતા એક ખેડૂત અને ખેડૂત અગ્રણીઓ તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા ડુંગળીના પોષણ ક્ષમ ભાવ સરકાર દ્વારા આપવામાં આવે તેવી માગણી સાથે ડુંગળીના પાકમાં ગાયોને ચરવા માટે છૂટી મૂકી દેવામાં આવી હતી.

ઙ્ગસૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા મોટાપાયે ડુંગળીનું વાવેતર થયું છે. ત્યારે હાલ ખેડૂતોને પડતર કિંમતથી ઓછા ભાવે ડુંગળી વેચવી પડે છે. તેમ કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ વોરા એ જણાવ્યું હતું.ઙ્ગ

ધોરાજીના જામકંડોરણા રોડ પર ખેતીની જમીન ધરાવતા ખેડૂત ચંદુભાઈ પટેલે ડુંગળીના મળતા નીચા ભાવો સામે વિરોધ દર્શાવી પોતાના ખેતરમાં ઉભા ડુંગળીના પાકમાં ચરવા માટે ઢોર છૂટા મૂકી દીધા હતા.

કોંગ્રેસના અગ્રણી અને ખેડૂતોએ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આક્ષેપ કરતા જણાવેલકે જયારે ડુંગળીના ભાવોમાં ઉછાળો આવ્યો હતો ત્યારે સરકારે ડુંગળી ઊંચી કિંમતે આયત કરી હતી. આજે ઘર આંગણે ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે સરકારે ખેડૂતોને ડુંગળીમાં ટેકાના ભાવ આપવા જોઈએ.

આ મામલે એકસપોર્ટ ના વેપારી દીપકભાઈ વ્યાસે જણાવેલકે ખેડૂતોને ડુંગળીના પોષણ ક્ષમ ભાવ મળે તેમજ વિદેશી હૂંડિયામણ નો લાભ મળે તે માટે ડુંગળીની નિકાસ તરફ સરકારે વિચારવું જોઈએ. હાલ મહારાષ્ટ્રમાં પણ નિકાસની છૂટ માટે ખેડૂતોની સરકાર સમક્ષ રજૂઆત થઈ રહી છે.

ડુંગળીની ખરીદી મામલે યાર્ડના સેક્રેટરી ભુપતભાઇ કોયાણીએ જણાવેલકે ધોરાજી યાર્ડમાં હાલ ડુંગળીની આવક નથી. મોટા ભાગે ખેડૂતો ડુંગળી પોતાના ખેતરમાંથી સીધી વેપારીઓને જોખી દેતા હોય છે. ઉપરાંત ગોંડલ યાર્ડ અને અમદાવાદ સુધી ડુંગળી જતી હોય છે. હાલ વકલ મુજબ ડુંગળી ૨૫૦ થી ૩૦૦ રૂપિયા મણ જેવો બજાર ભાવ છે.

ખેડૂતો પરસેવો પાડી બિયારણ, દવા સહિત ખર્ચ કરી ડુંગળીનું વાવેતર કરતા હોય છે. જેમની વેદના પણ અમુક અંશે વ્યાજબી હોય છે. જયારે કોઈ કિસ્સામાં અમુક આગેવાનો કે નેતાઓ ખેડૂતોની વ્યથાના નામે તેમનું રાજકારણ પણ જીવંત રાખતા હોય છે. તે પણ ખેડૂતો એ યાદ રાખવું જરૂરી હોય છે.

(11:02 am IST)