Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

હળવદની વિવેકાનંદ વિદ્યાલયમાં યોજીત વકતૃત્વ સ્પર્ધામાં ૧૦૦ છાત્રોએ ભાગ લીધો

હળવદ,તા.૧૮: વિદ્યાર્થીનું વાણી કૌશલ્ય ખીલે તેમની સુષુપ્ત શકિત જાગૃત થાય અને તેમની સમૂહમાં બોલવાની શકિત ખીલે માટે હળવદની વિવેકાનંદ વિદ્યાલય માં ધોરણ ૧ થી ૬ ના વિદ્યાર્થીઓએ વિવિધ વિષય જેવા કે સ્વામી વિવેકાનંદ , મારી શાળા , ગાંધીજી , મારી મા , મને શું થવું ગમે , વૃક્ષોનું મહત્વ, પ્રાર્થના નું મહત્વ , પર્યાવરણનું જતન, પુસ્તકની મૈત્રી , સ્વચ્છતા ત્યાં પ્રભુતા , દીકરી વહાલનો દરિયો અને જળ એ જીવન વગેરે વિષયો ઉપર સો વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને વિવેકાનંદ વિદ્યાલયના ટ્રસ્ટી પ્રદીપભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ આ સ્પર્ધામાં ધોરણ ૧ માં પ્રથમ ચાવડા ધુમિત, બીજા નંબરે પીપરીયા સંજના, ત્રીજા નંબરે લાકડીયા ધ્યાન આવેલ .ધોરણ ૨ માં શ્રીમાળી ઉદય,. બીજા નંબરે મકવાણા હિમાંશી, નંબર ડાભી માનવ આવેલ, ધોરણ ૩ મા પ્રથમ અમૃતિયા માહી, બીજા નંબરે ગોહિલ કૃપા, ત્રીજા નંબરે લાકડીયા અવધ આવેલ ધોરણ ૪ મા પ્રથમ કુણપરા દિશા, બીજા નંબરે પટેલ ઋત્વી, ત્રીજા નંબરે જાકાસણિયા ધાર્મિ, આવેલ ધોરણ ૫ માં પરમાર દક્ષિણ, બીજા નંબરે કલાડિયા સુહાના , ત્રીજા નંબરે ચાવડા જીનલ આવેલ ધોરણ ૬ માં પ્રથમ સાવધરીયા હમીર, બીજા નંબરે કુરિયા નંદની, ત્રીજા નંબરે વાઘોડિયા અવની આવેલ.

આ વિજેતાઓને વિવિધ શૈક્ષણિક કીટ દિનેશભાઈ રબારી તથા હરેશભાઈ રબારી તરફથી તેમજ રોકડ પુરસ્કાર યુસુફભાઈ ધોણીયા તરફથી આપવામાં આવેલ તેમજ સિદ્ઘ લક્ષ્મી ઉપાસનાનુ પુસ્તક તેમજ ફુલ સ્કેપ ચોપડા સુધાકરભાઈ જાની તરફથી આપવામાં આવેલ.

નિર્ણાયક તરીકે દિનેશભાઈ રબારી, સુધાકરભાઈ જાની, યુસુફભાઈ ધોણીયાએ સેવા આપેલ આ કાર્યક્રમમાં વિવેકાનંદ વિદ્યાલય ના ટ્રસ્ટી પ્રદીપભાઈ પટેલ તેમજ રાહુલભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય ગેલાભાઈ બારૈયા તથા શિક્ષક પરિજનોએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સ્ટેજ ઙ્ગસંચાલન શંકરભાઈ એ કર્યું હતું.

(10:36 am IST)