Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના બોર્ડ ઓફ ડીરેકટરની મીટીંગ મળીઃ સભાસદોનું ધિરાણ મંજુર

બગસરા તા. ૧૮ : નાગરીક શરાફી સહકારી મંડળીના બોર્ડ ઓફ ડીરેકટરશ્રીઓની મુખ્ય ઓફીસ ખાતે મંડળીના સ્થાપક વ.ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ જેમાં તમામ શાખાના એમ.ડી.શ્રીઓ, આંતરીક ઓડીટરશ્રી તથા તમામ ડીરેકટરશ્રીઓ તેમજ શાખા લીલીયા મોટા હેઠળ એકવખતના ડીરેકટર તરીકે સેવા આપી ચુકયા છે તેવા હાલ અમેરીકા સ્થિત દિલીપભાઇ નાગ્રેચા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલ હતા.

આ મંડળી ગુજરાતભરમાં સુદ્દઢ, વહીવટી માળખુ અને આર્થિક સધ્ધરતાના માપદંડમાં બીજા ક્રમે રહી સભાસદોને વિવિધ સવલતોથી સંતુષ્ટતા આપી પ્રગતિ કરી રહી છે અને વિધિવ ધિરાણો માટે ૧૭૬૭ સભાસદોને રૂ.૧૦.રર કરોડની ધિરાણ માંગણી મંજુર સાથે બહાલી આપવામાં આવેલ તેમજ સરપ્લસ ભંડોળને ધ્યાને લઇ ઔદ્યોગીક ક્ષેત્રના લઘુ એકમો ઇન્ડ્રસ્ટીઝોને ધિરાણો આપવાનું સુવ્યવસ્થિત આયોજન કરી આપવાના નિર્ણયો તેમજ મંડળીની તમામ શાખાઓ આર્થિક અને વહીવટી સંચાલનમાં સ્વાયતતા આપી મંડળી આગામી સમયમાં વધુને વધુ મજબુત બને તેના માટે સંચાલન માટેની જવાબદારી નિભાવવા સાથે કમીટીની રચના કરી મહત્વના નિર્ણયો લેવામાં આવેલ.

મંડળીના ડીરેકટર જનરલશ્રી સિવિલ ડીફેન્સ ગુજરાત રાજય અમદાવાદ નિયંત્રણ હેઠળના બગસરા હોમગાર્ડ યુનિટના ઓફીસર કમાન્ડીંગ સુરેશભાઇ પાઘડાળની પ્રશંસાનીય વિશિષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક મેળવનારને બગસરા ગૌરવ સન્માન આપશે. જે સમારોહમાં જીલ્લા સમાહતા પોલીસ ડિપાર્ટમેન્ટના ટોચના અધિકારીશ્રીઓ અને સામાજીક અને રાજકીય આગેવાનોને બોલાવી જાહેર સન્માન કાર્યક્રમનું આયોજન કરવા નિર્ણય લેવાયો.

તેમજ પ્રવર્તમાન સમયમાં સી.એ.એ.એ.ભારતીય નાગરીકતા આપવાનો કાયદો છે જેમાં જાત જાતના મત મંતવ્યો, અફવાઓ બહાર પાડી અસંતુષ્ટ લોકો પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે જયારે આપણે પણ દેશના નાગરીક હોય લોકોને યોગ્ય દિશા સુચક તરફ વળે તે માટે સી.એ.એ.કે જે સીટીજનશીપ દેશમાં નાગરીકતા આપવાનો કાયદો હોય તેને આપણી શરાફી મંડળી દ્વારા જે કાયદાના સમર્થનમાં મંડળીના દલિત તથા મુસ્લિમ ડીરેકટરશ્રીઓની હાજરીમાં સર્વાનુમતે નિર્ણય સાથે ઠરાવ કરેલ તેમજ સહકારી ક્ષેત્રે ગુજરાતમાં આવો નિર્ણય કરનાર પ્રથમ સહકારી સંસ્થા બનેલ છે.

મંડળના સર્વાંગી વિકાસ માટે સહકારી પ્રવૃતિ થકી ગ્રામ્ય કક્ષાએથી અર્બન તથા મેટ્રો શહેર અમદાવાદ ક્ષેત્રમાં શાખાઓ શરૂ કરી સહકારીતાને વટવૃક્ષ બનાવવા આ મંડળીનો સિંહ ફાળો રહેલો છેતેમ જન.એમ.ડી.શ્રી નિતેષભાઇ ડોડીઆ તથા જન.સેક્રેટરી ડી.જી.મહેતાની યાદીમાંં જણાવેલ છે.

(10:36 am IST)