Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જામનગરમાં કે.જી.બી.વી નાઘેડીનો વાર્ષિકોત્સવ રંગેચંગે સંપન્ન

જામનગર,તા.૧૮: તા.૧૪-૦૨-૨૦૨૦ શુક્રવારના રોજ કે.જી.બી.વી. નાઘેડીના સ્થાપનાના ૬ વર્ષ પૂર્ણ થયે વાર્ષિક ઉત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એસ.એસ.ડોડીયા, જિલ્લા સમગ્ર શિક્ષાના જેન્ડર કો-ઓર્ડિનેટરશ્રી હેતલબેન ભટ્ટ, જામનગર બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી હિપલભાઈ ચંદ્રવાડિયા, નાઘેડી સી.આર.સી.કો-ઓર્ડિનેટરશ્રી નાથાભાઈ કરમુર તેમજ સી.આર.સી.નાઘેડીની શાળાઓના આચાર્યશ્રીઓ તથા કે.જી.બી.વી.નાઘેડીમાં અભ્યાસ કરતી વિઘાર્થીનીઓના વાલીગણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

કે.જી.બી.વી.નાઘેડીના વાર્ષિક ઉત્સવમાં સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નાટક, નૃત્ય, રાસગરબા, દેશ ભકિત ગીત , પિરામીડ, યોગાસન જેવી વિવિધ સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાનશ્રીઓ દ્વારા કે.જી.બી.વી નાઘેડીની વિઘાર્થીનીઓને અને સ્ટાફ ગણની કામગીરીને બિરદાવવામાં આવેલ.

કે.જી.બી.વી. નાઘેડીની વિઘાર્થીનીઓ દ્વારા વર્ષ દરમ્યાન મેળવેલ શૈક્ષણિક તેમજ રમત-ગમતમાં (તાલુકા/ જિલ્લા કક્ષાએ) વિવિધ સ્પર્ધાઓમાં મેળવેલ ક્રમાંક વગેરે જેવી સિધ્ધીઓ મેળવેલ વિઘાર્થીનીઓને મહેમાનશ્રીઓના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આયોજન સમગ્ર કે.જી.બી.વી. સ્ટાફ દ્વારા અને સી.આર.સી.કો-ઓર્ડિનેટર નાઘેડી કન્યા શાળા કરમુર નાથાભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

(10:35 am IST)