Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ધ્રોલની મુંગરા કન્યા વિદ્યાલયમાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ

 ધ્રોલઃ શ્રીમતિ ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલય-ધ્રોલમાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો અધ્યક્ષ સ્થાને ડો. આર. ડી. પોંકિયા (પ્રાધ્યાપકશ્રી ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધ્રોલ), ડો. ગામિત સંચાલક વિજયભાઇ મુંગરા, આચાર્યા ડો. પ્રવિણાબેન તારપરા, શિક્ષક ગણ, વાલીઓ તથા શાળાની વિદ્યાર્થીની બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત ભૂલોભલે બીજું બધું...પ્રાર્થનાથી કર્યા બાદ માતા-પિતા વિશેની પ્રશ્નોતરી ભંડેરી જાનવી એ કરેલ. માતા-પિતા વિશેનું ભજન કાછડિયા મીરા અને ચાવડા આરતી એ રજૂ કર્યું ભંડેરી યશ્વી એ સ્વસૂચનો કરાવ્યા બાદ સ્વાગત પ્રવચન આચાર્યા ડો. પ્રવિણાબેન તારપરાએ કર્યું હતું. રાઠોડ શ્રધ્ધા તથા પરમાર જયાના માતા પિતાનું કુમકુમ તિલક, આરતી અને ચરણસ્પર્શ તથા મોઢું મીઠું કરાવીને પૂજન વિધી કરવામાં આવી. પુનિતાબેન મછોયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ નૃત્ય 'યે તો સચ હૈ કી ભવાન હૈ' નૃત્યુ રજુ કરાયું. ધો. ૧૧ ની વિદ્યાર્થીની રાઠોડ સલોનીએ મા-બાપ વિશેનું ગીત રજુ કર્યા બાદ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડો. આર. ડી. પોંકિયા એ પોતાના વકતવ્યમાં માતા-પિતાની હાલની સ્થિતિ વિશે વાત કરી બધાને વચન લેવડાવ્યું કે ભવિષ્યમાં માતા-પિતાની સેવા કરીશું, તેને દુઃખી થવા નહિ દોઇએ. આભારવિધી અજુડિયા મમતાબેને અંતે રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. સંચાલન શ્રધ્ધાબા વાળાએ કર્યું હતું. કાર્યક્રમના માર્ગદર્શક પુનિતાબેન તથા શ્રધ્ધાબેનને તથા વિદ્યાર્થીની બહેનોને ડો. પ્રવિણાબેન તારપરાએ અભિનંદન પાઠવ્યા હતા.

(10:34 am IST)