Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જુનાગઢઃ અમૃત આહાર મોલની મુલાકાત લેતા બનાસકાંઠાના બહેનો

પ૩ ખેડુત બહેનોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો સંકલ્પ કર્યો

જુનાગઢ તા. ૧૭ : બનાસકાંઠા જીલ્લાના ૧૦ તાલુકાની પ૩ બહેનો અને બનાસકાંઠા જીલ્લાના આત્મા પ્રોજેકટના બી.હી.એમ. ઉર્મિલાબેન પટેલ તથા એટીએમ ચંદ્રશેખર ડાભીની રાહબરી નીચે જુનાગઢ જીલ્લાના વડાલ ખાતે હિતેશભાઇ દોમડીયાના શિવમ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધેલ

ફાર્મ ઉપર તેમણે સુભાષપાલેકર પ્રાકૃતિક ખેતી પ્રધ્ધતીથી તૈયાર કરેલ ટમેટાનું મોડેલ ફોર્મ તેમજ ફાર્મ ઉપર ખેત પેદાશના મુલ્યવદ્યન માટે રાખેલ મીનીતેલ મીલ અનાજ કઠોળનું ગ્રેડીંગ કરવા માટેનું યુનિટ કકોભની દાળ, બનાવવા માટેનુ યુનિટ વેકયુમ પેકિંગ કરવાનું યુનિટ વગેરે નિહ બેલા ત્યારબાદ ઝાંઝરડા રોડ ઉપર આજ ફાર્મની અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની ખેત પેદાશના વેચાણ માટેના ''અમૃત આહાર'' મોલની મુલાકાત લિધી આ મુલાકાતથી બધાજ ખેડુત બહેનો ઘણાજ પ્રભાવિત થયા અને પોતાની ખેતીમાં પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતીથી આગળ વધવાનો તેમજ અમૃત આહાર મોલ પ્રમાણેજ વેચાણ વ્યવસ્થાની ગોઠવણનો પણ સંકલ્પ કર્યો.

(10:34 am IST)