Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સોમનાથ મંદિરની ઇંચેઇંચ જગ્યા પર શિલ્પ કંડારવાની કામગીરી ગતિમાં છે

પ્રભાસ પાટણ તા.૧૮: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર આધુનિકતા સાથે તેનો પ્રાચીન વૈભવ શિલ્પ વારસો જળવાય રહે અને સંસ્કૃતિનો જીવંત દૈવી વારસો જળવાઇ રહે તે માટે ૧૯પ૧માં બંધાયેલ તે મંદિરની કોતરણી વગરની ઇંચે-ઇંચ જગ્યાઓ ઉપર મંદિર શાસ્ત્ર અનુસાર સોનાથ ટ્રસ્ટે નકશીકામથી શિલ્પ કોતરવા કામગીરી શરૂ કરેલ છે જેમાં મંદિરના બહારના ભાગે શિલ્પો કોતરાઇચુકયા છે હવે મંદિરની અંદરના સભામંડપ અને નૃત્યમંડપમાં આ કાર્યવાહી ગતિમાં છે જે અંદાજે ત્રણ માસમાં પુરી થવા સંભવ છે.

શિલ્પશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શિવ-પ્રસાદના પાંચ પ્રકારો છે જેમાં વૃષભ, ગિરીકૃટ, કૈલાસ, અમર અને મહેન્દ્ર (મેરૂ) પુનઃ નિર્મીત સોમનાથ મંદિર આમાંથી કૈલાસ અને મેરૂ એ બન્ને પ્રકારોને આવરી લે છે તેથી આ મંદિરને કૈલાસ મહામેરૂ પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીના માર્ગદર્શન હેઠળ શિલ્પશાસ્ત્રી ઘનશ્યામભાઇ સોમપુરાની દેખરેખ હેઠળ રપ થી ૩૦ જેટલા શિલ્પીઓ પત્થર જેવા કઠીન તત્વ ઉપર ટાંકણા અને હથોડાની મદદથી નાજુક, નમણી, નયનરમ્ય  આકૃત્તિ અમર શિલ્પોને સોમનાથ મંદિરમાં લાકડાની પાજ બાંધી મંદિર સ્થંભો, ઘૂંમટની અંદરની છ, મંદિર અંદરના ઝરૂખા-કંદોરોને નકશીકામથી મંદિર અનુરૂપ શિલ્પ કરી રહ્યા છે.

શિલ્પ શાસ્ત્રી ઘનશ્યામભાઇ સોમપુરા કહે છે કે જયારે મારી ઉંમર ર૦ વરસની હતી ત્યારે આ જ મંદિરમાં મેં કારીગર તરીકે કામ કરેલું છે. મંદિર અંદર ગર્ભગૃહનું શિલ્પકામ પૂર્ણ થયેલ છે જયારે સભા મંડપ એટલે કે દર્શનાર્થી જયાં ઉભીને દર્શન કરે છે તેનું તથા નૃત્ય મંડપ એટલે કે દિગ્વીજયદ્વારથી મંદિરનો પ્રથમ પ્રવેશ સ્થળનું કામ લગભગ ત્રણ માસમાં પૂર્ણ થવાને આરે છે.

(10:32 am IST)