Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ટંકારા લતીપર રોડ પર કાર ચાલકે અડફેટે લેતા મોટર સાઈકલ ચાલકનું કરૂણમોત

 

ટંકારા લતીપર રોડ પર સાવડી સરાયા વચ્ચે પુરપાટ ઝડપે આવતા કારના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા મોટર સાઈકલ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ સાહેબ એપાર્ટમેન્ટમાં રહેતા કાન્તીભાઈ રેવાભાઈ ગામીના પિતા ગત તા.૧૩ ના રોજ પોતાનું મોટર સાઈકલ લઈને જતા હોઉં દરમિયાન ટંકારા લતીપર રોડ પર સાવડી સરાયા વચ્ચે પહોચતા પુરપાટ આવતી આઈ ટ્વેંટી કાર જીજે ૩૬ આર ૯૫ ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોચતા રેવાભાઈનું મૃત્યુ હતું.બનાવ અંગે રેવાભાઈને પુત્ર કાન્તીભાઈએ ટંકારા પોલીસ મથકના ફરિયાદ નોંધાવી છે

(12:55 am IST)