Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવાયું :11મી સદીના મંદિરના અવશેષો જીવંત કર્યા

11 કરોડના ખર્ચે નિર્મિત મ્યુઝિયમમાં ઈસવીસન 10મી, 11મી અને 12મી સદીના સોમનાથ મંદીરના જીર્ણ અવશેષો પણ રખાયા

સોમનાથ : વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 11મી સદીના મંદિરના અવશેષોને ફરી જીવંત કરી મ્યુઝિયમમા મુકાયા છે. 11 કરોડ ખર્ચીને બનેલા ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મ્યુઝીયમ બનાવાયું છે.

 ઈસવીસન 10મી, 11મી અને 12મી સદીના સોમનાથ મંદીરના જીર્ણ અવશેષો પણ રખાયા છે તે સમયના દેવી દેવતાઓની મૂર્તિઓ, સ્થાપત્યો શિલ્પોનો પ્રાચીન ખજાનો કહી શકાય તેવી પૌરાણીકતાને મ્યુઝીયમમાં રાખવામાં આવી છે. જેમાં ખાસ દેવી દેવતાઓ, અશ્વો, હાથીઓ, મુર્તિઓને લોકો જાણીને માહીતગાર થઇ શકે તેવા ઊદ્દેશથી આ બધી વસ્તુઓ મ્યુઝિયમમાં મુકાઇ છે.

(10:50 pm IST)