Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગઢકાના ડબલ મર્ડરમાં ૭ શખ્સોને આજીવન કેદ

ખંભાળીયા કોર્ટનો ચુકાદોઃ પ્રેમલગ્ન બાદ ધીંગાણું થયું'તું

 ખંભાળીયા તા.૧૯ : દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના ગઢકા ગામના પ્રેમલગ્નના ડખ્ખામાં ડબલ મર્ડરની ઘટના બાદ ખંભાળીયા કોર્ટે ૭ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છ.ે

પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૭/૩/ર૦૧૪ ના રોજ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામમાં જેશાભાઇ ભીખાભાઇ ચૌહાણની પુત્રીએ ગઢકા ગામમાં જ રહતા તેના કુટુંબી ગોવિંદભાઇ લખુભાઇ ચૌહાણ સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેથી આ પ્રકરણમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

જેમાં ગોવિંદ લખુચારણ અને પુરીબેન ગોવિંદભાઇની હત્યા થઇ હતી.

જેશાભાઇ ભીમભાઇ ચૌહાણની દીકરી પુરીબેન સાથે મરણજનારગોવિંદ લાખુભાઇ ચૌહાણે બનાવના આશરે ચારેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરેલ અને તેનમને સંતાનમાં ત્રણ વષની પુત્રી હતી. તા.૧૭-૩-૧રના રોજ મરણ જનાર ગોવિંદ લખુ તથા તેમના પત્ની પુરીબેન ગઢકા સીમાં આવેલ તેમની વાડીમાં કામ કરતા હતા તે સમયે આ કામના આરોપીઓ જેશા ભીખા, બાબુ ભીખા અને દેવા ભીખા મનોજ ઉર્ફે મનુ બાબુ તથાવનરાજદેવા, જેશા ભીખાના પત્ની કાંતાબેન તથા બાબુ ભીખાના પત્ની ઉજીબેન મરણજનારની વાડીમાં જઇ ધારીયા કુહાડી ગેડા  રપ લાકડી તથા ઉજીબેન અને કાંતાબેન દાતરડા વડે ગોવિંદભાઇ તથા પુરીબેન ઉપર જીવલેણ હુમલો કરેલ જેમાં ગોવિંદભાઇને ઘાતક હથીયારોથી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા ઘટના સ્થળે મૃત્યુ પામેલ તથા પુરીબેન ગોવિંદ પર પણ હુમલો કરી માથા તથા શરીરના ભાગે ઇજા કરતા તેણીનું જામનગર હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ આ વખતે મરણ જનાર ગોવિંદભાઇના ભાઇ અરવિંદભાઇ અને હેમંતભાઇની જમની એકત્ર કરે છે તેઓ દોડી આવતા આરોપીઓ ભાગી ગયેલ આ અંગેની ફરીયાદ હેમંત લખુભાઇ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં આઇપીસી ક. ૩૦ર, ૩૦૭, મુજબ ફરીયાદ આપેલ અને પુરીબેન સારવાર દરમ્યાન મરણ પામતા આ ગુનો બેવડી હત્યાના ગુન્હાની તપાસ કરી તથા જરૂરી દસ્તાવેજી પુરાવો મેળવી. તપાસ પુર્ણ કરી ચાર્જશીટ કરેલ અને આ કેસ દેવભૂમિ દ્વારકાનો એડી. સેશન્સ જે એ. એમ. શેખ સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નં. ર૯/૧૪ થી  ચાલવા આવેલ અને આ કામે કુલ ૩૧ સાહેદોને તપાસવામાં આવેલ અને સાહેદોની જુબાની પુરાવા અને સરકારી વકીલ લાખાભાઇ આર. ચાવડાની દલીલ સાંભળી સાતેય આરોપઓને તકસીરવાન ઠરાવ આઇપીસી ૩૦ર, ૧૪૯ માં આજીવન કારાવાસની સજા તથા પ્રત્યેક આરોપીઓને ર૦૦૦ દંડ તથા વધુ ૧ વર્ષ આઇપીસી ૪૪૭ ના  ૩ માસની સજા તથા પ્રત્યેક રૂ. પ૦૦ દડ અને દંડ ન ભરે તો વધુ એક-એક માસ, સજા ફરમાવેલ છે. આ કેસનો મુળ ફરીયાદ પક્ષે વી. એ. આઇ. બ્લોચ, તથા સી. આર. પરમાર રોકાયેલ હતાં.

(4:27 pm IST)