Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જામનગરના ઠેબાની સીમમાં હત્યા કરીને લાશને માટીમાં દાટી દેનાર ૩ ઝડપાયા

જામનગર, તા. ૧૯ :. પોલીસ અધિક્ષક શરદ સિંઘલનાઓની સૂચના તથા જામ ગ્રામ્યના એ.એસ.પી. સંદિપ ચૌધરી તથા એલ.સી.બી. પો. ઈન્સ. આર.એ. ડોડીયાના માર્ગદર્શન મુજબ ગઈ તા. ૨૬-૧-૨૦૧૯ના રોજ ઠેબા ગામની સીમમાં હોંકળાની કેનાલમાંથી આશરે ત્રીસેક વર્ષના પુરૂષની લાશ દાટેલ હાલતમાં મળી આવેલ હતી. જે અંગે પંચ એ-ડિવી. પો. સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હતો. જે ગુન્હો અનડીટેકટ હોય તેમજ મરણ જનારની લાશની ઓળખ થયેલ ન હોય. જેથી આ ગુન્હો ડીટેકટ કરવા એલ.સી.બી. પોલીસની ટીમને સૂચના કરતા આ ટીમ પંચ એ પો.સ્ટે. વિસ્તારમાં ગુન્હો ડીટેકટ કરવાની કાર્યવાહીમાં હતી.

એલ.સી.બી. સ્ટાફના પો. હેડ કોન્સ. પ્રતાપભાઈ ખાચર તથા પો. કોન્સ. મીતેશભાઈ પટેલ તથા એ.એસ.આઈ. સંજયસિંહ વાળાને તેમના બાતમીદારથી હકીકત મળેલ કે ઠેબા ગામની સીમમાં વિજયભાઈ શાહના કારખાનામાં કામ કરતા અભેસિંગ ઉર્ફે બાબુ કરશનભાઈની ઘરવાળી સરલા સાથે આ મરણજનાર માણસને આડાસંબંધ હોવાથી આ મરણજનાર ઈસમને (૧) અભેસિંગ ઉર્ફે બાબુ કરશનાભાઈ વીરસીંગભાઈ રાઠોડ આદિવાસી રહે. હાલ ઠેબા ગામની સીમ વિજયભાઈ શાહના કારખાનામાં તા.જી. જામનગર મુળ ગૂંગેણી ગામ ગારી ફળીયા તા. ગરબાડા જી. દાહોદ (૨) રાજુ દીતીયા મલાભાઈ ભાભોર આદિવાસી રહે.હાલ ઠેબા ગામે વિજયભાઇ શાહના કારખાને તા.જી.જામનગર મુળ વરજર ગામ માલી ફળીયુ તા.લાભરા (ચંદ્રશેખર આજદ) જી. અલીરાજપુર (૩) રમેશ બચુભાઇ વરસીંગભાઇ બાંભણીયા આદિવાસી રહે હાલ ઠેબા ગામે વિજયભાઇ શાહના કારખાને તા.જી.જામનગર મુળ કદવાલ ગામ કલજી ફળીયુ પો.સ્ટે. કઠીવાડા તા.ભાભરા જી.એલીરાજપુર જે ત્રણેય જણાએ મળી મરણજનારને દોરડાથી ગળેટુપો દઇ મારી નાખી લાશને ઠેબા ગામની સીમમાં હોંકળાની કેનાલમાં નાખી માટીથી દાટી દીધેલ છે આરોપીઓ પકડાય જતા પોલીસ સબ ઇન્સ. કે.કે.ગોહીલ એ ધોરણસર અટક કરેલ છે આ મરણ જનારની લાશની ઓળખ થયેલ નથી.

આ કાર્યવાહી પો.ઇન્સ આર.એ.ડોડીયાની સુચનાથી પો.સ.ઇ.આર.બી.ગોજીયા તથા વી.વી.વાગડીયા, કે.કે.ગોહીલ તથા એલ.સી.બી.સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, હીરેનભાઇ વરણવા મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(ર-૧૮)

(3:47 pm IST)