Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મોરબી-રાજકોટ હાઇવે પર લજાઇ ચોકડી પાસે ટ્રાફીકજામઃ રોંકડો વાહનચાલકો ફસાયા

ટેન્કરનું વ્હીલ રોડની નીચે ઉતરી જતા હાઇવે પર વાહનોના થપ્પે થપ્પા

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત ટેન્કર અને વાહનોના થપ્પા નજરે પડે છે.

મોરબી, તા.૧૯:- મોરબી રાજકોટ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે જેમાં આજે લજાઈ ચોકડી નજીક ફરીથી ટ્રાફિકજામ સર્જાયો છે જેથી હજારો વાહનચાલકો સવારમાં ફસાઈ જતા રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીથી ટંકારા જતા ધરતીધન હોટલ નજીક રાજકોટ તરફ જતા રોડ પર એક ટેન્કરનું વ્હીલ રોડથી નીચે ઉતરી ગયું હતું જેને પગલે ટ્રાફિકજામ સર્જાયો છે રાજકોટથી મોરબી અને મોરબીથી રાજકોટ નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અપડાઉન કરતા હોય જેથી સવારમાં ટ્રાફિકજામને પગલે હજારો વાહનચાલકો ફસાઈ ગયા છે જેથી સમયસર નોકરિયાત લોકો પોતાના કામધંધાના સ્થળે પહોંચી શકશે નહિ તો ઉદ્યોગપતિઓ પણ રાજકોટથી અપડાઉન કરતા હોય છે આજે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.(૨૨.૮)

 

 

(3:45 pm IST)