Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જૂનાગઢના પલાસવા ગામના ખેડુત પુત્રે કુલદિપ દેસાઇએ સુવર્ણ ચંદ્રક મેળવ્યા

જૂનાગઢ, તા.૧૯: મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી સુરેશ પ્રભુ અને રાજમાતા શુભાગીની દેવી રાજેની પ્રેરક ઉપસ્થિતીમાં યુનિવર્સિટી પદવીદાન સમારોહ યોજાયો હતો. રાજવી સયાજીરાવ ગાયકવાડની દીર્ધ દ્રષ્ટિને વડોદરા ભૂમિ પરથી  વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન અને આદર્શ જીવન ઘડત્તર થાય છે. જૂનાગઢ જિલ્લાનાં નાનકડા પલાસવા ગામના ધરતીપુત્ર વજુભાઇ દેસાઇનો પુત્ર કુલદિપે માસ્ટર્સ ઓફ આર્ટમાં તથા ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી યુનિ. સાથે જૂનાગઢ જિલ્લાનું અને સમસ્ત લેઉવા પટેલ સમાજનું ગૈારવ વધાર્યુ છે.

યુનિ. દિક્ષાંત સમારોહમાં કુલદિપ દેસાઇને રાજમાતા શુભાંગીની દેવી રાજે અને શિક્ષણવિદો તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં  કેન્દ્રીય મંત્રીશ્રી સુરેશ પ્રભુનાં વરદ હસ્તે હરગોવીંદદાસ કાટમાલ અને મુકુંન્દ એમ બે સુવર્ણ પદક એનાયત કરી બહુમાન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઈન્ડીયન ઓઠોમિક એનર્જીનાં ચેરમેનશ્રી કમલેશ વ્યાસે કુલદિપ દેસાઇને શુભેચ્છા પાઠવી હતી.(૨૩.૯)

 

(3:42 pm IST)