Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

વેરાવળ તાલુકાના ઇણાજ ગામે સંકલન બેઠક સભા

  પ્રભાસપાટણ : વેરાવળ તાલુકાના ઇણાજ ગામે આવેલ જીલ્લા સેવા સદન ખાતે જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. અધિક કલેકટર એચ.આર.મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંકલનની બેઠકમાં જિલ્લાના સબંધીત વિભાગના અધિકારીઓને સુચના આપી જણાવ્યુ હતુ કે, સરકારી જે વિભાગના પેન્ડીંગ પ્રશ્નોનો સમય મર્યાદામાં તાત્કાલીક નિકાલ કરવો સંકલન સમિતિના પત્રકોમાં વિગતો પુરી ભરી જિલ્લાકક્ષાએ મોકલી આપવી તેમજ સંકલન સમિતિમાં ગેરહાજર રહેલા અધિકારીઓને હાજર રહેવા જણાવેલ હતુ. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.કે.મોદી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય, જિલ્લા તિજોરી અધિકારી વાસુદેવ સહિતના ઉપસ્થિત રહી ૪૪ જવાનોને બે મીનીટ મૌન પાળીને શ્રધ્ધાંજલી આપી હતી.(૪૫.૮)

 

(12:03 pm IST)