Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

મીઠાપુર નજીક ઘડેચી શાળામાં વાર્ષિક ઉત્સવ

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારના ઘડેચી શાળા ખાતે વાર્ષિક ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ઓખામંડળ વિદ્યા વિસ્તાર કેન્દ્ર દ્વારકા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ઘડેચી અને વાછુ તથા કુમાર છાત્રાલય દ્વારકા અને કન્યા છાત્રાલય વરવાળા આયોજિત હતી. આ કાર્યક્રમમાં ઓખા જીવદયા અન્નક્ષેત્રના પ્રણેતા શ્રી જગદીશભાઇ શાસ્ત્રી, ટી સી એસ આંર ડી શ્રી કામાણી ટી પી એઓ દ્વારકા શ્રી સૂવા આર એસ એસ સંકલન સમિતિ ઓખામંડળના ભરતભાઇ ત્રિવેદી ઉપરાંત અન્ય આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સુંદર કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ઓખામંડળ વિદ્યા વિસ્તાર કેન્દ્ર દ્વારકા પ્રમુખ દીપકભાઇ શુકલા, સહમંત્રી પુનાભા પરમાર, મંત્રી રામભા હોથીભા કેર તેમજ ખજાનચી શ્રી વિરેન્દ્રસિંહ કેરનો સિંહફાળો રહ્યો હતો. (તસ્વીર- અહેવાલઃ દિવ્યેશ જટણીયા-મીઠાપુર)(૭.૪)

 

(11:51 am IST)