Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ઉનામાં ટ્રકની ડીઝલ ટાંકી પાસે ખાનામાં છુપાવેલ દારૂની ૯૦૪ બોટલ સાથે એક ઝડપાયોઃ ૨ નાસી ગયા

ઉના તા.૧૯: દિવ જતા રોડ ઉપર જશરાજનગર પાસે જીલ્લા એલ.સી.બી. પોલીસે ટ્રકમાં ડીઝલની ટેન્ક નીચે ચોરખાનામાં છુપાવી લઇ જવાની ૯૦૪ બોટલ ઇંગ્લીશ દારૂ સાથે એકની ધરપકડ કરી હતી. કુલ બે લાખ પર હજારનો મુદા માલ સાથે ૧ પકડાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લાની એલસીબી પોલીસના કર્મચારી પદ્યુમનસિંહ ત્થા રમણભાઇ આહીર રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉનાના દેલવાડાથી દિવ જતા રોડ ઉપર જશરાજ ટાઉનસીપ આગળ દિવ તરફથી આવેતો ટ્રકનંબર જીજે ૭વાય-૪૧૧૪ને રોકાવી તપાસ કરતા ટ્રકની ડીઝલની ટાંકી પાસે એક ચોર ખાનુ મળી આવતા ખોલતા તેમા છુપાવેલ પર પ્રાંતની ભારત બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ ૯૦૪ નંગ રૂ.૫૨ હજારની કિમત ત્થા ૨ લાખનો ટ્રક મળી રૂ.૨ લાખ પર હજારના મુદામાલ સાથે ટ્રક ચાલક અશોક શિયાભાઇ ચાવડા રે.માંગરોળ જુનાગઢ વાળાને પકડી ઉના લાવી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ દારૂના જથ્થો કયાંથી ખરીદી કોને આપવા જતા હતો તેની માહિતી મેળવવા પુછપરછ હાથ ધરી છે. ઉના કોર્ટમાં રીમાન્ડ માટે લઇ જવાયો છે.

આ ગુનામાં પોલીસે પુછપરછ કરતા ધમાભાઇ રે-વેરાવળ વાળો ત્થા તારીફ રે-ઉના વાળા નાસીયયા હતા પકડાયેલ નાથા ઉર્ફે અશોકલાખા રે-માંગરોળ વાળાને ઉના કોર્ટમાં રજુ કરતા ૧ દિવસની રીમાન્ડ મંજુર કરી છે.(૭.૫)

(11:51 am IST)