Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સ્વરક્ષણ અને ગુન્હાને કેમેરામાં કેદ કરવા તળાજામાં લાગ્યા સીસીટીવી કેમેરા

ખાનગી વ્યકિતઓએ પોતાના વિસ્તારની હિલચાલ પર નઝર રાખવા લગાવ્યા કેમેરા

ભાવનગર, તા.૧૯:- તળાજા શહેર માં બનતા ગુન્હાઓ અને થતી શંકા સ્પદ હિલચાલ પર સીસીટીવી કેમેરાની બાઝ નઝર રહે તે જરૂરી છે . આમ જનતાની માંગ પણ છે. ત્યારે આવનાર વિષમ પરિસ્થિતિના અનુસંધાને તળાજામાં ખાનગી માલિકી દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

આમ તો તળાજામાં છેલા બે માસથી કાયદાની દ્રષ્ટિ એ જોઈએ તો શાંતિ છે.તેમ છતાંય તળાજા ક્રાઈમમાં આગળ અને હાદશો કા શહેર તરીકે સંબોધાય છે.

કયારે કયાં ગુન્હાને અંજામ આપાઇ તે નક્કી નહિ.

જેને લઈ તળાજા માં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી આમ જનતાની માંગ છે.કેટલાક વેપરીઓએ પોતાની દુકાન માં સીસીટીવી કેમેરા લગાવ્યા છે.પણ રાત પરનો વિડિઓ ઉતરેતે રીતે એટલે નથી લગાવતા કે કોઈ ઘટના બને તો પોલીસ પ્રક્રિયા માંથી પસાર થવું પડે.તેવો ડર સેવે છે.તો પોલીસ અધિકારીઓ કોઈ ડર રાખવાની જરૂરિયાત નથી તેવો વિશ્વાસ સંપાદન કરી શકયા નથી.

બીજી તરફ તળાજામાં બનેલી ઘટનાઓને. લઈ ખાનગી વ્યકિત ઓ દ્વારા હવે પોતાની શેરી,વિસ્તારમાં ખાનગી માલિકીના ધોરણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. કારણકે પોતાની શેરી મહોલ્લામાં બાઝ નઝર રાખી શકે અને કોઈ ઘટના બને તો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થાય.

સરકાર પર મદાર રાખવાના બદલે ખાનગી લોકો સ્વંય જાગૃતતા દાખવે અને પોતાના રહેઠાણ કે દુકાનની અંદર ઉપરાંત બહાર રોડ પર પણ કેમેરો ગોઠવામાં આવે તે વર્તમાન સમય ને જોતા જરૂરો હોવાનો સુર ઉઠ્યો છે. પોતાની સાથે ગામની સુરક્ષા માટે કેમેરા લગાવવા આવશ્યક છે.(૨૨.૩)

(11:47 am IST)