Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ધોરાજીના ફરેણીમાં 'સદ્દ. જોગી સ્વામી જીવન-કવન' ગ્રંથનું વિમોચન

 ધોરાજીઃપ.પૂ. સદ્દ.જોગીસ્વામી જીવન-કવન ગ્રંથનું વિમોચન શ્રી સહજાનંદ સંસ્કાર ધામ ફરેણી ખાતે પ.પૂ. સદ્દ. શાસ્ત્રીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં ૧૨૦૦ ભાવિકોની ઉપસ્થિતિમાં થયું હતું. પ.પૂ. સદ્દ. જોગીસ્વામીના જન્મ સ્થાન કોયલીથી ૧૨૮ ઉપરાંત મોટરગાડીઓ અને ૫૦ જેટલી મોટર સાયકલોમાં લગભગ ચારસો જેટલા ભકતો-સંતો-પાર્ષદો જોડાયા. ત્રણ ભાગમાં લખાયેલ આ ગ્રંથના લેખક પુરૂષોતમ ચોટલીયાને આ લખતા ત્રણ વર્ષ થયા હતા.પ.પૂ. સદ્દ.શાસ્ત્રી સ્વામીએ લેખકનું શાલ ઓઢાડીને તથા પ્રસાદીના ચરણારવિંદ અર્પણ કરીને સન્માન કર્યું હતું. લેખકે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું કે જીવન-કવન ગ્રંથ લેખનથી પોતાનું જીવન ધન્ય બન્યું છે. લેખકે એલ.આઇ.સી.ઓફ ઇંડિયાની ૩૭ વર્ષની નોકરી પછી સિનિયર ડિવીઝનલ મેનેજરની પોસ્ટમાં સેલ્સ ટ્રેનીંગ સેન્ટરના પ્રિન્સીપાલ તરીકે નિવૃત થઇને પોતાનો નિવૃતિ સમય લેખે લગાડયો છે. પુ. શાસ્ત્રીજીની પ્રેરણા વગર આ કાર્ય સંપન્ન થઇ શકયું ન હોય એવું લેખકે જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)(૧.૬)

 

(11:47 am IST)