Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગોંડલમાં ગેરકાયદે પ્રવૃતિઓ અને ગુંડાગીરી વિરૂદ્ધમાં આવેદન

ગોંડલઃ તસ્વીરમાં આવેદનપત્ર પાઠવીને રોષ ઠાલવવામાં આવ્યો તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી, હરેશ ગણોદીયા-ગોંડલ)(૨-૭)

 ગોંડલ, તા. ૧૯ :. ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિરોમાં ચોરી તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ અફીણ, ગાંજો, ચરસ, દારૂ, જુગાર સહિતની પ્રવૃતિઓ ફાટી નિકળી હોવા છતા પોલીસ તંત્ર ઝેર કરવામાં નિષ્ફળ નિવડી હોવાથી ગત તા. ૧૬ના રાત્રીના ૯ વાગ્યાની આસપાસ ગૌ સેવકની હત્યા નિપજાવવામાં આવી હતી. જેમને વખોડીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સંયુકત મામલતદાર કચેરી ખાતે જેલ ચોકથી રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.

આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે ગોંડલમાં ગત તા. ૧૬ના રોજ મોટી બજાર ખાતે હિન્દુ યુવકની અમુક ચોક્કસ સમુદાઈના લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. શહેરમાં ગેરકાનૂની પ્રવૃતિઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. ગુંડાગીરીએ શહેરમાં માજા મુકી છે વારંવાર બનતા બનાવોમાં પોલીસ દ્વારા કામગીરી કરતી ન હોવાથી આ તત્વોને ખુલ્લો દોર મળી રહ્યો છે. શહેરમાં લુખ્ખાગીરીથી વેપારીઓ પણ ત્રાસી ગયા છે. થોડા સમય પહેલા જ વેરી દરવાજા ખાતે લુખ્ખાગીરી કરીને વેપારીને ત્રાસ આપતા આવા તત્વો સામે રજુઆતો કરવામાં આવી હતી. ઉપરાંત ભૂતકાળમાં પણ ગાંધીનગર સુધી લેખીત ગેરકાનૂની પ્રવૃતિઓ સામે નામ, સરનામા સાથે રજુઆતો કરેલ હોવા છતાં તંત્ર પગલા ભરવામાં નિષ્ફળ નિવડયા છે ત્યારે વારંવારની રજૂઆત તંત્રના બહેરા કાને અથડાય છે અને નિર્દોષ લોકો ભોગ બને છે. અગાઉ પણ હત્યાનો ભોગ બનેલ નિર્દોષ યુવક જ હતા ત્યારે ગૌ સેવકની હત્યાએ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. તંત્રની કામગીરી સામે ભરોસો હોય તાત્કાલીક યુદ્ધના ધોરણે ગેરકાનૂની પ્રવૃતિઓ બંધ કરાવવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરેલ હતી.(૨-૭)

 

(11:44 am IST)
  • રાજકોટ મનપાના ભાજપના તમામ 40 કોર્પોરેટરો આતંકી હુમલાના શહીદોના પરિવારજનોને સહાય કરશે :એક મહિનાનો પગાર આપશે access_time 9:49 pm IST

  • ભરૂચના લખાબાવા થી ભરૂચ રૂટની એસ.ટી.બસના કંડકટર પર હુમલો :ટીકીટ લેવા બાબતે બોલાચાલી થયા બાદ બે મુસાફરો અને તેના મળતીયાઓએ કંડકટરને મારમારી ઇજા પહોંચાડી:પોલીસે તપાસ શરૂ કરી access_time 3:44 pm IST

  • ટ્રીપલ તલાક : ફરી વટહુકમ લાવવા તૈયારી : બજેટ સત્રમાં બિલ પસાર થઇ શકયું ન્હોતું : સાંજે કેબિનેટ આપશે મંજુરી access_time 4:11 pm IST