Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

નાગરિક સંરક્ષણ ભુજના વોર્ડન સભ્યોએ શહિદોને શ્રધ્ધાંજલી આપી

ભુજઃ નાગરિક સંરક્ષણ કચેરી- ભુજના વોર્ડન સભ્યોએ બે મિનિટ મૌન રાખીને પુલવામા ખાતે શહિદ થયેલા CRPF ના જવાનોને શ્રધ્ધાંજલી ઉપરાંત તેઓના પરિવાર જનોને આ અચાનક આવી પડેલ દુૅંખને સહન કરવા પ્રાર્થના કરવામાં આવેલ. આ પ્રસંગે નિયંત્રકશ્રી નાગરિક સંરક્ષણ અને જીલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહને શોક સંદેશ પાઠવેલ. આ પ્રાર્થના સભામાં તાલીમી અધિકારીશ્રી હરેશ ઠાકરએ જણાવ્યુ કે, ઙ્ક તમો જાણો છો કે, વોડઙ્ખન સેવાએ સામાન્ય રીતે પ્રજા અને સતાતંત્ર વચ્ચે સંપકઙ્ખ કડી પુરી પાડવા સ્થાનિક સ્થળોની સંગીન જાણકારી ધરાવતી મોભાદારો, હિંમતવાન અને સબળ વ્યકિતત્વ  ધરાવતી વ્યકિતોઓની હવાઇ હુમલાઓનાં સમયે ઘણી જરુરત રહેતી હોય છે. આજ કારણોસર હવાઇ હુમલા વોર્ડન સેવામાં તમોની નિમણુક કરવામાં આવેલ છે. શહેરમાં થતી દેશ વિરુધ્ધી પ્રવૃતી પર સતર્કતા નજર રાખવા તાકીદ કરવામાં આવે છે.  જેથી દેશ વિરુધ્ધ પ્રવૃતિ કરતા તત્વો પોતાના બદ ઇરાદામાં સફળતા ન મેળવી શકે. તેમ અંતમાં જણાવેલ હતું.(૨૩.૨)

 

(11:43 am IST)