Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

આક્રોશરૂપી દેશદાઝ : સિરામિકના બિલમાં 'પાકિસ્તાન મુર્દાબાદ'ના સ્લોગન

મોટી પાનેલી - મોટી મારડ રોષભેર બંધ : શ્રધ્ધાંજલિ રેલી સાથે પુતળા દહન : ભાવનગરમાં ભાજપ દ્વારા ધરણા

રાજકોટ તા. ૧૯ : જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં વિજ જવાનો શહિદ થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં વિર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને રોષ ઠાલવામાં આવી રહ્યો છે.

ત્યારે મોરબીમાં સિરામીક ઇન્ડસ્ટ્રીએ બિલમાં 'પાકિસ્તાન મુર્દાબાદ'નું સ્લોગન છપાવ્યું છે. જ્યારે મોટી પાનેલી, કાલાવડ, મોટી મારડ રોષભેર બંધ રહ્યા હતા અને ભાવનગરમાં ભાજપ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.

મોરબી

મોરબી : વિશ્વ પ્રસિદ્ઘ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પુલવામાંના બર્બરતાપૂર્ણ હુમલા બાદ સમગ્ર ભારતવર્ષમાં સૌ પ્રથમ પહેલ કરી શહીદ પરિવાર માટે કરોડો રૂપિયાનું ફંડ સ્વૈચ્છીક રીતે એકત્રિત કરી સરાહનીય કાર્ય કર્યું છે ત્યારે અત્રેની શ્રીજી સિરામિક ઇન્ડસ્ટ્રીઝે તો આક્રોશરૂપી દેશદાઝ વ્યકત કરી પોતાની બિલ, ઇનવોઇસ સહિતની સ્ટેશનરી ઉપર પાકિસ્તાન મુર્દાબાદના સ્લોગન છપાવી નાખ્યા છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આંતકી હુમલામાં સીઆરપીએફના કાફલા ઉપર ફિદાયીન હુમલામાં જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પળવારનો પણ વિલંબ કર્યા વગર શહીદ પરિવાર કલ્યાણ માટે ટહેલ કરતા જ ઘડિયાળના કાંટા કરતા પણ ઝડપભેર દાનનો ધોધ વછૂટ્યો હતો અને હાલમાં પણ ઇન્ડસ્ટ્રીઝના માલિકથી લઈ શ્રમિક સુધીના લોકો અવિરત પણે દાનની સરવાણી વહાવી રહ્યા હોય આંકડો કરોડોને વટાવી ચુકયો છે.

બીજી તરફ દાનની સરવાણી વહાવવાની પહેલ કરનાર મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં બીજી એક પણ પહેલ થઈ છે જેમાં મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમગ્ર દેશમાં પહેલી વખત કહી શકાય તેમ પોતાના તમામ બિલ, ઇનવોઇસ સહિતની સ્ટેશનરી ઉપર પાકિસ્તાન મુર્દાબાદના સ્લોગન છપાવી આક્રોશ વ્યકત કરવામાં આવ્યો છે.

જો કે, એક હકીકત તો સ્પષ્ટ છે કે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ કુદરતી વિપદા હોય કે માનવ સર્જિત આફત હોય કે પછી કોઈ પણ મુશ્કેલીની ઘડી હોય માનવ કલ્યાણ માટે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હંમેશા ખડેપગે અને અગ્રસર રહે છે આમ, છતાં કેન્દ્ર – રાજય સરકાર દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીઝને પડતી મુશ્કેલી દૂર કરવાની પહેલ કરવામાં પાછીપાની કરી રહી હોવાની વાત કહેવી અસ્થાને નથી.

ધોરાજી

ધોરાજી : ધોરાજીના મોટીમરડ ગામે દેશની રક્ષા કાજે શહિદી વ્હોરનારા વ્હડીનયા જવાનોને શ્રદ્ઘાંજલી અર્પીત કરવા ગ્રામજનો દ્વારા કેન્ડલ માર્ચ કરી હતી. શહિદ જવાનોને શ્રઘ્ધાસુમન અર્પણ કરેલ હતો. તેમજ મોટીમારડના ગ્રામજનો દ્વારા રાત્રે ધુન અને કિર્તનનો કાર્યક્રમ રાખેસ. આ ધુન કિર્તનમાં 'મા'ભોમની રક્ષા કાજે હેરામાટે શહીદી વ્હોરનારા જવાનોની આત્માતી શાંતી માટે ખાસ પ્રાર્થના સભા યોજાયેલ હતી.

જેમાં મોડીમારડના હજારો લોકો જોડાયા હતા અને વિર જવાનોના પરીવાર જનો માટે મોટીમારડના લોકોએ વિર જવાનોના પરીવારજનો માટે મોટીમારડના લોકોએ બેઙ્ગ લાખનો ફાળો એકત્રીત કરી તેમના પરીવારજનોની મોકલવામાં આવશે.

આ તકે મોટીમારડના સેવાભાવી સંસ્થાઓ જેવી કે કડવા પટેલ સમાજ, ગૌ સેવા સમાજ, નિલકંઠ મહાદેવ મંદિર, સહકારી મંડળી રામ મંદિર સહીતની સંસ્થાઓ તેમજ સેવાભાવી અગ્રણીઓ સમીરભાઇ કાલરીયા, સુધીરભાઇ પાડલીયા, કૈલાસભાઇ ભુત, જગદીશભાઇ અધડુક, મનોજભાઇ મારવાણીયા, વિનુભાઇ વાછાણી, નારાયણભાઇ કાલરીયા, રાજુભાઇ, ભરતભાઇ, અતુલભાઇ સહીતના અગ્રણીઓ અને માતાઓ બહેનો સહીતના આકાર્યમાં જોડાયા હતા.(૨૧.૧૪)

 

(11:38 am IST)