Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગોંડલમાં વરલીના આંકડા લેતો મનીષ બગથરીયા પકડાયો

આર.આર.સેલનો દરોડોઃ સીટી પોલીસે જેલ ચોકમાંથી વરલીનો જુગાર રમાડતા જીકરને ઝડપી લીધો

રાજકોટ તા.૧૯: ગોંડલમાં આર.આર.સેલ અને સ્થાન પોલીસે દરોડા પાડી વરલીનો જુગાર રમાડતા બે શખ્સોને ઝડપી લીધા હતા.

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે સંદીપસિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટનાઓએ એમ.પી.વાળા પો.સબ.ઇન્સ આર.આર.સેલનાને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલને મળેલ હકિકત આધારે સ્ટાફના મનીષભાઇ વરૂ, નરેન્દ્રસિંહ રાણા તથા દિગુભા ઝાલાનાઓએ ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારના જુના-માર્કેટીંગ યાર્ડમાં આવેલ આદ્યશકિત ચા નામની દુકાનના ઓટા પાસે જાહેરમાં વર્લી-ફીચરના આંકડા લઇ જુગાર રમી-રમાડતા આરોપી મનીષભાઇ બેજુભાઇ બગથરીયા રે.તક્ષસીલા સોસાયટી કૈલાશબાગ જેલચોક પાસે ગોંડલ વાળાને રોકડા રૂ.૨૦,૩૭૦ તથા વર્લી-ફીચરને લગતા સાહીત્ય અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨૦,૮૭૦ના મુદામાલ સાથે ધોરણસર અટક કરી તેના વિરૂધ્ધ ગોંડલ સીટી પો.સ્ટે.ગુન્હો રજી.કરાવેલ છે. તેમજ રૂરલ એસપી બલરામ મીણાની સૂચના મુજબ ગોંડલ dysp એચ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ગો.સી.પો.સ્ટે.ના પીઆઇ કે.પી.ગોહિલની ટીમે દોરડો પાડી ગોંડલ સિટી પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગોંડલ જેલ ચોકમાં રામ ચા ચોકમાં રેઇડ કરતા વર્લી ફીચરનો જુગાર રમી રમાંડતો આરોપી જીખરો ઉર્ફે જીકર ઉમરભાઇ ખીરાણીને ઝડપી પાડી રોકડ રૂ.૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.(૭.૮)

(11:35 am IST)