Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

મોરબીના રવાપર રોડ પર પાનની દુકાને ક્રિકેટમેચ પર સટ્ટો રમતા બે શખ્શો ઝડપાયા

શ્રીલંકા-બાંગ્લાદેશની મેચના ઓવરદીઠ રન અને હારજીતના આંકડા સ્લીપ રાખીને જાહેરમાં જુગાર રમતા દિલીપ ભોજવાણી અને હનીફ ઉર્ફે બાબો ચાનીયાને દબોચી લેવાયા

મોરબીના રવાપર રોડ પર આવેલી પાનની દુકાને શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ પર ઓવરદીઠ કેટલા રન કરશે તેની હાર-જીતના આકડા તથા સ્લીપ રાખી જાહેરમાં જુગાર રમી રહેલા દિલીપ શાંતિલાલ ભોજવાણી અને હનીફ ઉર્ફે બાબો ગુલાબભાઈ ચાનિયા નામના શખ્સને મોરબી એલસીબી ટીમે રૂપિયા ૭૦૦૦ની રોકડા અને મોબાઈલ કીમત રૂ. ૩૦૦૦ સાથે ઝડપી લઈ ડિવિઝન પોલિસ મથકમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:46 pm IST)