Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

મોવાણ ગામેથી ઇંગ્લીશ દારૂની બોટલો પકડી

ખંભાળીયા : ખંભાળીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. પી.બી. ગઢવી તથા પો. હેડ કોન્સ. પ્રતાપભાઇ જેતશીભાઇ ભાટીયા, આશપાલભાઇ કારાભાઇ તથા પ્રવિણભાઇ કેશુરભાઇ, તથા પો. કોન્સ. ડાડુભાઇ વજાભાઇ જોગલ તથા સામતભાઇ પબુભાઇ ગઢવી તથા રત્નાભાઇ કરશનભાઇ કોડીયાતર, માલદેભાઇ મેરામણભાઇ નંદાણીયા વિગેરે મોવાર ગામમાં પાસે રહેતો જેરામભાઇ સીદાભાઇ પરમાર વાળો ગેર.કા. રીતે ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે અને તેમની આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ છે તેવી હકીકત મળેલ હોય જે રેઇડ કરતા જેરામભાઇ સીંદાભાઇ સતવારા ઉ.વ.૪પ ધંધો ખેતી રહે. મોવાણ ગામ , બસ સ્ટેન્ડ પાસે કુલ બોટલ નંગ-ર૭ મુદામાલ સાથે પકડાય જતાં તેમજ ફરારી આરોપી પૂજાભાઇ અરજણભાઇ રબારી રહે. મુળ કાઠીયાણીનેશ હાલ રહે. ભવનેશ્વરના પાટીયા નજીક માતાજીના મંદિર પાસે તા. ભાણવડ વાળાને પકડી પાડવા ચક્રો ગતમિાન કરેલ છે.

(4:06 pm IST)