Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

લીંબડી હાઇવે ઉપર યુવતિનો ફોન આવતા લિંબાળાના આચાર્ય મળવા ગયા બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ આવી માર મારી બન્નેને ઉપાડી જઇ રૂ. ૭૦ હજારની લૂંટ ચલાવી

વઢવાણ :.. હાઇવે ઉપર આવેલ છાલીયા તળાવની આસપાસ એક  યુવતી દ્વારા વિંછીયા તાલુકાના ગોરૈયા ગામની વતની અને સાયલા તાલુકાના લિબાળા ગામની સ્કુલમાં આચાર્ય ઓધવદાસ પુરણદાસ દાણીધાણીયાને ફોન કરી મળવા બોલાવ્યા હતાં.

ત્યારે ઓધવદાસ લીંબડી તાલુકાના રાસકા ગામે પરિવાર સાથે લગ્ન પ્રસંગે હોઇ ફોન આવતા ઓધવદાસ યુવતીને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે વાતચીત કરી રહ્યા હતાં.તેવા જ સમયે અચાનક જ અજાણ્યા ત્રણ શખ્સો ગાડી લઇને આવી પહોંચ્યા હતાં.

અને ઓધવદાસને અહીતુ આ યુવતી સાથે શુ કરે છે. શુ કરી રહયો છો. એવું જણાવી ધાક ધમકાવી અને યુવતીના પરીવારને બોલાવવા માટે જણાવી ધાક ધમકી આપવામાં આવેલ અને બાદમાં ત્રણેય શખ્સો દ્વારા રૂ. ૭૦ હજારની લૂંટ ચલાવી તોડપાણી કરી અને યુવતી અને ઓધવદાસનુ અપહરણ કરી બન્ને ને જુદી જુદી જગ્યાઓ ઉપર લઇ ગયા હતા અને બન્નેને માર મારવામાં આવ્યો હતો.

ત્યારબાદ ઓધવભાઇ પાસે ૧ હજાર રોકડા સોનાનો હાર ત્રીસ હજારનો અને એ. ટી. એમ. કાર્ડ લઇ અને એમાંથી રૂ. ૪૦ હજાર ઉપાડી લીધા હતા આમ ૭૦ હજારની માતર લૂંટી લેવાઇ છે. અપહરણ બાદ લૂંટ અને માર મારી બાદમાં મુકત કરી ત્રણેય ફરાર થઇ ગયા હતા ત્યારે ઓધવલાલની મુલાકાત ૭૦ હજારમાં પડેલ હોવાની લોકચર્ચા ચાલેલ હતી આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-૩૮)

(12:58 pm IST)