Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જેતપુરમાં ર૧ લાખની ચોરીનું પગેરૂ મેળવવા એફએસએલ - ડોગ સ્કવોડની મદદથી તપાસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૯ : શહેરના જુનાગઢ રોડ ઉપર આવેલ સાડીના કમીશન એજન્ટની ઓફિસમાં તસ્કરો કળા કરી વહેલી સવારે રૂ.ર૧ લાખની ચોરી  થયાની ફરિયાદના આધારે શખ્સને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા.

અત્રેના જુનાગઢ રોડ શિવમ કોમ્પ્લેકસમાં  કમીશન એજન્ટ તરીકે કામ કરતા પ્રમોદકુમાર સીઓટીયાની પેઢીના માલીક પ્રસુનભાઇએ વેપારીઓને ચુકવવા રોકડા રૂ.ર૧,૦૪,૪૬૦ ટેબલના ખાનામાં રાખેલ વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા તસ્કરે તાળુ તોડી ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ગયેલ જે અંગેની ફરિયાદ પ્રસુનભાઇએ શહેર પોલીસમાં નોંધાવતા પોલીસે એફએસએલ ડોગ સ્કવોડ, સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

ર૧ લાખ રોકડા રૂપિયાની ચોરીથી શહેરમાં હાહાકાર મચી ગયો છે. શહેર પોલીસ રૂરલ એલસીબી સહિતની ટીમોએ તસ્કરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:06 pm IST)