Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સુત્રાપાડામાં ગેસ લીકેજથી આગની દુર્ઘટનામાં પિતા-પુત્રીના મોતથી અરેરાટી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: સુત્રાપાડા કાના વડલી ચોકમાં ગેસ લીકેજ થતા આગ લાગતા પિતા પુત્રીનું મૃત્યુ થતા ભારે અરેરાટી વ્યાપી છે.

સુત્રાપાડાના કાનાવડલી ચોકમાં રહેતા પરેશભાઈ માંડાભાઈ વાજા તેમની બે વર્ષની દીકરી રશ્મીતા અને પત્ની મોતીબેન ઘરમાં  હતા ત્યારે અચાનક ગેસ લીકેજ થતા આગ લાગેલ જેથી પરેશભાઈ  અને તેમની માસુમ પુત્રી રશ્મીતા વધારે દાઝી જતા સારવાર માં આવેલ તેનું તા.૧૬ ના રોજ તેમજ તેમના પિતા પરેશભાઈનું તા.૧૭ ના રોજ મૃત્યુ થયેલ હતું.

જાણવા મળતી વિગત મુજબ નાનકડો ગેસ નો બાટલો લીકેજ હોય તેથી તેને સવારે પાણી માં બાથરૂમ માં રાખેલ અને બાથરૂમ બંધ કરી પરેશભાઈ નિકળી ગયેલ હતા સાંજે આવેલ ત્યારે તેમના પત્ની  અને પરીવારના મહીલા ચુલો સળગાવી સામે રસોઈ કરતા હતા તે  દરમ્યાન પરેશભાઈ એ બાથરૂમ ખોલતા ગેસ લીકેજ ફેલાઈ જતા  આગ લાગતા તેમાં પરેશભાઈ ગંભીર રીતે દાઝેલ હતા તેમજ બે  વર્ષની માસુમ પુત્રી તેમના પિતાને પાસે જતા ગંભીર રીતે દાઝેલ હતી તેમાં પિતા પુત્રી ના બન્ને ના મૃત્યુ થયેલ હતા જયારે તેમના પત્ની  અન્ય એક મહીલા સુત્રાપાડા સારવાર લઈ રહેલ છે.

(1:05 pm IST)