Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

માળીયા મિયાણા પાસે 'હિટ એન્ડ રન' : અજાણ્યા ટ્રકે-બાઇકને ઠોકર મારતા કાન્તી વસાવાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વાર)મોરબી,તા. ૧૯: માળિયા હાઈવે પરથી બાઈકમાં પસાર થતા શ્રમિક યુવાનના બાઈકને અજાણ્યા ટ્રકચાલકે હડફેટે લીધું હતું જે અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચી છે તો એક યુવાનનું મોત થયું છે

મળતી વિગત મુજબ માળિયાના ખીરઈ ગામના રહેવાસી સવજીભાઈ તેરસિંગભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના બાઈક જીજે ૧૩ પીપી ૩૩૩૪ લઈને જતા હોય ત્યારે કંડલા મોરબી હાઈવે રોડ પર અજાણ્યા ટ્રકચાલકે પાછળથી ટક્કર મારી અકસ્માત સજર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી સવજીભાઈ વસાવાને ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ કાન્તીભાઈ કિનશાહ વસાવા (ઉ.વ.૨૫) વાળા યુવાન પર પાછળના વ્હીલમાં આવી જતા તેનું મોત નિપજ્યુ હતું.  અકસ્માત સર્જી અજાણ્યો ટ્રકચાલક ટ્રક લઈને નાસી ગયો હતો માળિયા પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ઘ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(12:55 pm IST)