Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પોરબંદરમાં કોરોનાની ત્રીજી લહેરની વધતી અસરઃ નવા ર૯ પોઝીટીવ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૯ :.. શહેર - જીલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની અસર વધતી જાય છે. ર૪ કલાકમાં સીવીલ હોસ્પિટલમાં કોરોનાના નવા ર૯ પોઝીટીવ કેસ આવ્યા છે.

ગઇકાલે ૭૭ર વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ર૯ વ્યકિતઓનો કોરાના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ર૭૮૦૩૩ કોરોના અંગે ટેસ્ટ કરાયા છે.

ગઇકાલે સીવીલ હોસ્પિટલમાં સારવારમાં રહેલ કોરોનાનો એક દર્દી સાજો થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં હાલ કોરોનાના કુલ એકટીવ કેસ ૯૩ છે.

(12:45 pm IST)