Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પોરબંદરની રેલ્વે સુવિધા વધારવામાં ગલ્લાતલ્લા

લાંબા અંતરની ટ્રેઇનો ડોક ટ્રેઇન તથા નવી લીન્ક અપ ટ્રેઇનો પ્રશ્ને અનેક વખત કરેલી રજુઆતોને દાદ મળતી નથી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: જયાં રાષ્ટ્રપિતા પૂ.ગાંધીજીનો જન્મ થયો તે અખંડ હિન્દુસ્તાન (ભારત) ના ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર-કચ્છન એક પોરબંદર જીલ્લા અને પોરબંદર શહેરને રેલ્વે મંત્રાલય, હેડ ઓફીસ મુંબઇ તેમજ પશ્ચિમ રેલ્વેના ભાવનગર ડીવીઝન દ્વારા પોરબંદરને વિશિષ્ટ દરજ્જો આપ્યા પછી પણ લાંબા અંતરની અથવા ઘણા લાંબા સમયથી રેલ્વે ટ્રેનનની ફીકવન્સી વધારવા થતી રજુઆતને ઇરાદાપુર્વક ધ્યાને લેવામાં આવતી નથી. કોઇને કોઇ બહાનુ બતાવી માંગણી સ્વીકારવામાં આવતી ખાસ વિશિષ્ટ દરજજો અપાયેલ. રેલ્વે મંત્રાલય નિર્ણય અનુસાર પોરબંદરના રેલ્વે સ્ટેશનના પટાંગણમાં ૧૦૦ (એકસો) ફીટની ઉંચાઇએ રાષ્ટ્રધ્વજ રાઉન્ડ ધી કલોક ફરકી રહેલ છે.

પોરબંદર રેલ્વે સ્ટેશન કંમ્પાઉન્ડ રાષ્ટ્રપિતાની અમકકૃતી રેંટીયો વિગેરેની કૃતિ મુકાયેલ છે. ભાવનગર રેલવે ડીવીઝનમાં પશ્ચિમે આવેલ પોરબંદરનું રેલ્વે સ્ટેશન દેશ-વિદેશના યાત્રાળુને મોહીત કરે છે. અફસોસ દુઃખ છે. પોરબંદર સાથે રેલ્વે એકમો દ્વારા ઓરમાયુ રાખવામાં આવે છે.

જયારે જેતલસર જંકશનથી લીંકઅપ કરી પચાસ ટકા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસને પોરબંદર સુધી ફીકવન્સી આપવી અન્યયા દુર કરવો જરૂરી છે. જે ભાવનગર ડીવીઝનના ડીઆરએમ ડીસીએમને જ સતા છે. મતલબ પોરબંદર-બાંદરા વાયા જેતલસર જંકશન રાજકોટ જંકશન ભકિતનગર પોરબંદર લીંકઅપ ટ્રેન કરવા અન્યાય દુર કરવા માંગણી છે. આ ટ્રેન લીંકઅપ થતા જેતલસર જંકશન, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, મોટી પાનેલી, જામજોધપુર, વાંસજાળીયા, જંકશન પોરબંદર જેતલસર જંકશન લીંક થતા મુંબઇ બાંદરા મુંબઇનો ટ્રાફીક પુષ્કળ મળી રહે. આ ટ્રેક ખાલી રહે છે.

બીજો અન્યાય મુંબઇ સેન્ટ્રલ-ઓખા-મુંબઇ સેન્ટ્રલ વાયા રાજકોટ વચ્ચે દોડાવવામાં આવતો સૌરાષ્ટ્ર મેલની પાંચ બોગી રાજકોટ કાઢી નાખવામાં આવતી અને લગભગ ર૪ ચોવીસ કલાક કરતા વધુ સમય રાજકોટ નિર્જીવ અવસ્થામાં યાર્ડ પડતર રહેતી તેને કાર્યરત રહે છે. જેથી રાજકોટ જંકશન વાયા ભકિતનગર, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતોલસર જંકશન, ધોરાજી, ઉપલેટા, ભાવાવદર, મોટી પાનેલી, જામજોધપુર, વાંસજાળીયા જંકશન રાણાવાવ પોરબંદર ફીકવન્સી લંબાી પોરબંદરથી આજ રૂટ પર રાજકોટ લીંકઅપ કરવા ભાવનગર ડીવીઝન હેડ ઓફીસ ચર્ચગેટ (મુંબઇ) રેલ્વે મંત્રાલય ન્યુ દિલ્હી તેમજ વડાપ્રધાનશ્રી મહામહિમને પણ રજુઆત કરેલ તેઓશ્રી ભલામણ કરેલ. આ રજુઆત પર ગમે તે કારણોસર રેલ્વે મંત્રાલય, હેડ ઓફીસ ચર્ચગેટ ભાવનગર ડીવીઝન દ્વારા ધ્યાન અપાતુ નથી.

પોરબંદર-દહેરાદુન-ઓખા-પોરબંદર વાયા હરીદ્વાર એકસપ્રેસ ટ્રેનની સાપ્તાહીક સુવિધા મળેલ દર સોમવારે રાત્રીના ૧-૦૦ વાગે ઓખાથી પોરબંદર આવતી અને પોરબંદરથી દર ગુરૂવારે રાત્રીના ૧૦.પપને જમી અને ત્યાંથી સવારના પ.૦૦ વાગે ઓખાથી રવાના થતી વાયા રાજકોટ જંકશન દહેરાદુન હરદ્વાર જતી પોરબંદર અપ-ડાઉન મેન્ટેન્શન થતું આ ટ્રેનને સીધી પોરબંદર-દહેરાદુ-હરદ્વાર પોરબંદર વાયા રાજકોટ જંકશન ટ્રેક પર દોડાવવા માટે જે તે સમયના રાજયકક્ષાના રેલ્વે મંત્રીશ્રી નારણભાઇ ર)ઠવા પુર્વ ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા જીપીસીસી પ્રમુખ શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા આમંત્રણથી તેઓની સાથે ન્યુ દિલ્હીથી ખાસ સ્પેશ્યલ ટ્રેન દ્વારા પોરબંદર આવેલ ત્યારે અગ્રણી નાગરીકોની મીટીંગમાં પત્રકારોની કોન્ફરન્સમાં પુર્વ ડી.આર.યુ.સી.સી. સભ્ય એચ.એમ.પારેખે પોતાના ઉદબોધનમાં પોરબંદર-ઓખા-દહેરાદુન-હરદ્વાર પોરબંદરના બદલે પોરબંદરથી દહેરાદુન-હરદ્વાર -પોરબંદર વાયા રાજકોટ રૂટ પર દોડાવવા રજુઆત કરતા પુર્વ રાજય કક્ષાના મંત્રીશ્રી નારણભાઇ રાઠવા સમક્ષ કરતા તાત્કાલીક સ્થળ પર માંગણી સ્વીકારવામાં આવેલ. જે તે સમયે  રાજકોટ ડીવીઝન તેમજ ભાવનગર ડીવીઝનના  ડીઆરએમ ડીસીએમ તેમજ રાજકોટ-પોરબંદર સ્ટેશન મેનેજર અનુમતી દર્શાવેલ પોરબંદરથી રીઝર્વેશન શરૂ કરી દેવાયેલ પાછળથી ફેર તોડી પાડયુ. રાજયકક્ષા મંત્રી નારણભાઇ રાઠવાની જાહેરાત અને અનુમતીનું સુરસુરીયુ બોલાવી દીધું.

પુર્વ ડી.આર.યુ.સી.સી. સભ્યશ્રી એચ.એમ.પારેખે રેલ્વે મંત્રાલય સાથે થયેલ અન્યાય દ્વારા ક્રમબધ્ધ પત્ર વહેવાર કરેલ અને પુર્વ વિધાનસભા વિરોધપક્ષના નેતા અર્જુનભાઇ તથા ઓલ ઇન્ડીયા કોંગ્રેસના મહામંત્રી સ્વ. અહેમદ પટેલના પુર્વ સ્વ.સાંસદ સ્વ.ગોરધનભાઇ જાવીયા સક્રિય પ્રયાસથી પોરબંદર હરદ્વાર-પોરબંદર ટ્રેન તાત્કાલીક શરૂ કરવા રેલ્વે બોર્ડે માંગણી સ્વીકારી હરદ્વારમાં પ્લેટફોર્મ ફીકવન્સી વધતા જવા ટ્રેન શરૂ થશે તે પ્લેટફોર્મની ફીકવન્સી વધી ગઇ છે.

પોરબંદરના વિકાસમાં અવરોધ આવેલ. સને ૧૯૮૫-૮૬ની સાલમાં ગેજ પરિવર્તન કામગીરી હાથ ધરાયેલ ત્યારે પોરબંદરના જૂના બંદર અને બાર માસી સુભાષનગર જેટ્ટી પર એમ.જી. ટ્રેક, ડોક, હાર્બરા ટ્રેન કાર્યરત હતી. જૂના બંદર પર ડોક સ્ટેશન હતુ. સારો નફો કરતુ, ટ્રાફીક મળતો છતા બંધ કરાવી દેવામાં આવેલ. ગેજ પરિવર્તન કામગીરી પૂર્ણ ડોક-હાર્બર બંદરીય ટ્રેન શરૂ કરવા લાંબી રજૂઆત થતા રૂ. ૨૦.૧૮ કરોડ વધારાના સવા છ ટકા બીજી ટ્રેક નાખવા ગ્રાન્ટ મંજુર થઈ ભાવનગર ડીવીઝન મોકલેલ. તે કામગીરી સને ૨૦૨૨ની સાલમાં શરૂ થઈ છતાં કાર્યરત યાને કામ શરૂ કરાયેલ નથી.

આ રકમ સને ૨૦૧૩માં મંજુર થયેલ છે તેમા રાજકીય વગ માફીયાની દખલગીરી - રેલ્વે પર મોટેપાયે પેશકદમી ઉભી કરાયેલ છે તે હટાવવામાં આવતી નથી, જીએમબીની માંગણી છે.

પોરબંદર અમદાવાદ પોરબંદર વચ્ચે ફાસ્ટ પેસેન્જર ટ્રેન શરૂ કરવા ડી.આર.યુ.સી.સી. ભાવનગર ડીવીઝનની મીટીંગમાં ડી.આર.યુ.સી.સી. સભ્ય શ્રી એચ.એમ. પારેખ લેખીત મૌખીક રજુઆત કરેલ અને જેનો ભાવનગર ડીવીઝન ડી.આર. એમ. ડી.સી.એમ.એ. સ્વીકારી દરખાસ્ત ઉચ્ચ કક્ષાએ ભલામણ સાથે પોકારી આપેલ તે પણ અધ્ધતાલ રહેલ છે.

કોરોના સંક્રમણનું કારણ આવી કેટલીક ટ્રેનો બંધ કરવામાં આવેલ છે. કોરોના સંક્રમણ હળવું થતા બંધ કરાયેલ ટ્રેનો પુનઃ શરૂ કરાયેલ છે. અને કેટલીક નવી ટ્રેનો પણ શરૂ કરેલ છે. જયારે સવા બે વરસી થયા પોરબંદર રાજકોટ જંકશન-જામનગર પોરબંદર સવારના ૭-૧પ વાગ્યાની પેસેનજર ટ્રેન વખતો વખતની માંગણી હોવા છતાં ભાવનગર ડીવીઝન દ્વારા શરૂ કરવામાં આવેલ નથી. કારણ સમજાતુ નથી.

આ ઉપરાંત પોરબંદર હાવરા પોરબંદર અઠવાડીયામાં ત્રણ દિવસ બુધવાર-ગુરૂવાર ર દિવસ પોરબંદર હાવરા-પોરબંદર સુપરફાસ્ટ કાર્યરત હતી પ્રથમ રેલ્વે બોર્ડ પોરબંદર-હાવરા પોરબંદરની રવિવારે સવારે ૭-૧પ ઉડતી તેમાંથી ત્રણ કોચ ઓખા ને આપ્યા નિયમ અનુસાર આખી ટ્રેનમાંથી કોચ કયાંય નહીં આ ટ્રેન સુપર ફાસ્ટ છતાં નિયમ ભંગ કર્યો પોરબંદર રવિવારે પોરબંદર ટ્રેન હાપા-ઓખાને અપાયેલ હાવરાના ત્રંબા કોચ અપડાઉમાં લીંક અપ કરાતાં વર્તમાન રવિવારની પોરબંદર હાવરા પોરબંદરને ઓખા-રાજકોટ ડીવીઝનને આપી દીધી પોરબંદર હાવરા પોરબંદરને ઓખા-રાજકોટ ડીવીઝનને આપી દીધી પોરબંદર અન્યાય કર્યો  હવે આ ટ્રેન ઓખા-હાવરા ઓખા સુપરફાસ્ટ્ર દોડે છે. પૂર્વ રેલ્વે મંત્રીશ્રીનું મમતા દીદીએ પોરબંદર હાવપર પોરબંદર સપ્તાહના સાતેય દિવસો દોડાવવા રેલ્વે બજૃટ રજુ કરતા જાહેરાત હુકમ પરંતુ ભાજપ સરકારમાં વડાપ્રધાનશ્રી સાથે વાકું પડતા પોરબંદર-હાવરા-પોરબંદર શરૂ થઇ શકી નહીં તેના બદલે પોરબંદર હાવરા પોરબંદર સપ્તાહમાં બે દિવસ બુધવાર-ગુરૂ વાર સુપર ફાસ્ટની ફકવન્સી ઘટાડી હાવરા સુધી જશે નહી એ રીતે રેલ્વે બોર્ડ દ્વારા રાષ્ટ્રપિતાની જન્મભૂમિને હળાહળ અન્યાય કર્યો છે.

ઓખા રાજકોટ-શ્રીનાથદ્વારા ઓખા સપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવી તેમાં પણ પોરબંદરને કોચ આપવા માંગણી પૂર્વ ડી.આર.યુ.સી.સી. સભ્ય એચ.એમ. પારેખે કરેલ તે અથવા લીંક અપ કરી આપવા માંગણી કરેલ હોવા છતાં ન્યાય મળ્યો નથી.

(12:45 pm IST)