Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પોરબંદર ડબલ મર્ડરના ૩ આરોપીઓને ૩ દિ'ની રિમાન્ડઃ હત્યામાં વપરાયેલા હથીયારો કબ્જે કર્યા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૯: મકર સંક્રાંતીની રાત્રે ચુંટણીના મનદુઃખથી થયેલ જુથ અથડામણમાં ફાયરીંગ કરીને ડબલ મર્ડરમાં ઝડપાયેલા ૩ આરોપીઓને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા ત્રણે આરોપીઓની ૩ દિવસની રિમાન્ડ મંજુર થઇ છે.

મકરસંક્રાંતીની ડબલ મર્ડરમાં કુલ ૧૧ આરોપીઓ સામે પોલીસ ફરીયાદ થઇ હતી અને આ ૧૧ આરોપીઓમાંથી ઝડપાયેલા અરભમ લખમણ, ધીરેન મેરામણ અને ભના નેભા ત્રણેયને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા આ ત્રણેય આરોપીઓની ૩ દિવસની રિમાન્ડ કોર્ટે મંજુર કરી છે. આ ત્રણેય આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલ હથીયારો કારતુસ વગેરે પોલીસે કબ્જે કરેલ છે.

(12:44 pm IST)