Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

પોરબંદરઃ મિણસાર નદી ઉપર પુલનુ નબળુ કામ કોંગ્રેસના આગેવાનોએ અટકાવ્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તથા કોંગ્રેસના  અન્ય આગેવાનો કુતિયાણાના દેવડા ગામ પાસે મિણસાર નદી ઉપર ચાલતા પુલ બનાવવાનું કામનું નિરીક્ષણ કરીને કામ નબળું જણાતા તે સ્થળ ઉપર અટકાવ્યું હતુ.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડા ગામ પાસે જે મિણસાર નદી ઉપર જે  પુલનું કામ ચાલી રહયુ હોય ત્યારે અમે અગાઉના ટાઇમથી પુલ નિરીક્ષણ કરતા આવ્યા હોય અને  નબળી ગુણવતાવાળુ પુલનું કામ હોય અને કોંગ્રેસના આગેવાનો અને  લોકોએ તે કામ અટકાવ્યુ હતુ. હાલમાં પુલનુ નિરીક્ષણ કરી હાલમાં જે રેતી વપરાઇ રહી છે તેનું નિરીક્ષણ કર્યુ હતુ અને અત્યારે તે રેતી સારી વપરાઇ રહી છે. પોરબંદર જિલ્લા પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, કોંગ્રેસ આગેવાનો વિશાલભાઇ બારાઇ, રવિભાઇ વાઘેલા, ચિરાગભાઇ વદર તથા અન્ય કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.

(12:44 pm IST)