Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ખંભાળિયાના કુહાડિયા ગામ પાસે રોયલ્ટી ચોરીની ફરિયાદઃ ૪ ટ્રક ઝડપાયા

વારંવાર દરોડા છતા રોયલ્ટી ચોરી ન અટકતા ચિંતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯ : દેવભુમી દ્વારકા જિલલામાં રસ્તાના કામોમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હોય ગઇકાલે રાત્રે આ બાબતે જિલ્લાના અધિકારીઓને કેટલાકજાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ થતાં ખનીજ રોયલ્ટી ઇન્સ્પેકટરશ્રી ડોડીયા તથા સ્ટાફે ખંભાળિયા - દ્વારકા રોડ ઉપર કુહાડીયા ગામ પાસે ચાર ટ્રક પકડી પાડયા હતા.

આ ટ્રક રોયલ્ટી વગરના માલુમ પડતા પકડીને તપાસ હાથ ધરવામાં આવી હતી તથા ફરિયાદ કરનારાઓએ કુહાડીયા સીમમાં ખનીજચોરી કર્યાનું જણાવેલ જયારે ડમ્પર વાળાઓએ ના કહેતા ડમ્પરની મોરમ તો નમુનો લઇને આગળની કાર્યવાહી ખાણ ખનીજ અધિકારીશ્રી અરેઠીયાએ હાથ ધરી છે.

જો કે અગાઉ પણ ત્રણ-ચાર વખત રોયલ્ટી ચોરી અંગે રસ્તાના કામોમાં અનેક વખત ટ્રકો ડમ્પરો ડીટેઇન થઇને મહિનાઓ સુધી રાખી મુકાયેલા તથા દંડ થયેલો છતાં હજુ રોયલ્ટી ચોરી અટકતી નથી તે પણ મોટો પ્રશ્ન છે.

(12:42 pm IST)