Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયે યુવા મોરચાની બેઠક યોજાઇ

 જૂનાગઢઃ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પંડિત દીનદયાળ ભવને જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના તમામ મોરચાની ટીમના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ડો. જયભાઈ ત્રિવેદી, જિલ્લા યુવા મોરચાના પ્રભારી ઋષિભાઈ વેકરિયા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ મંત્રી  અજીતભાઈ વાઢેર, પ્રદેશ કારોબારી સદસ્ય  નિશાંતરાજ રૈયાણી, જીલ્લા યુવા મોરચાના મહામંત્રી ઘનશ્યામભાઈ કોરડીયા અને મહેશભાઈ ભારાઈ અને જુનાગઢ જીલ્લા યુવા મોરચાની સમગ્ર મંડળ ની ટીમ હાજર રહી હતી. અને પાર્ટીની નીતિ રીતે મુજબ યુવા મોરચાની જવાબદારી માં આવતી કામગીરીઓ અને પાર્ટી દ્વારા સૂચવેલા કાર્યક્રમો અંગે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ  પ્રશાંતભાઈ કોરાટે માહિતી આપી હતી, આ સાથે આવનારા દિવસોમાં સૂચવેલા કાર્યો સત્વરે પૂર્ણ કરવા ની સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા તમામ મોરચાની ટીમે અધ્યક્ષને કોલ આપ્યો હતો.

(12:41 pm IST)