Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

મોરબી તાલુકા પોલીસે બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું.


મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ બાળકિશોરના વાલીવારસને શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
મોરબી જીલ્લામાં ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા જીલ્લા એસપી અને ડીવાયએસપીની સુચનાને પગલે તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાહદારી નશેરભાઈ ભવાનભાઈ બારોટને શક્તિ ચેમ્બર પાછળ ઉમિયાનગર મોરબી ૨ પાસેથી એક ૧૦ વર્ષનો બાળકિશોર એકલો મળી આવતા બનાવ અંગે પોલીસને જાણ કરી હતી જેથી મોરબી તાલુકા પોલીસે બાળકનો કબજો લઈને તપાસ કાહાળવી હતી જેમાં બાળક પરેશ યોગેશભાઈ હોવાનું જણાવ્યું હતું અને તેને સરનામું ખબર ના હોય જેથી મોરબી તાલુકા પોલીસે બાળક વિષે આસપાસના ગામમાં જઈને તપાસ કરવા છતાં કોઈ માહિતી મળી ના હતી જેથી ટંકારાથી આગળ ગૌરીદળ ગામનું નામ સાંભળતા કિશોરે જણાવ્યું હતું કે તેના નાના નાની ગૌરીદળ ગામે શંકર ભગવાન મંદિર પાસે આવેલ વાડીમાં રહે છે જેથી પોલીસે ગામના રમેશભાઈ ગજેરાનો સંપર્ક કરી તપાસ કરતા બાબુભાઈની વાડીએ જયંતીભાઈનો સંપર્ક કરતા બાળક તેનો ભાણેજ હોય અને પિતા યોગેશભાઈ નાયકા હાલ પાંડાતીર્થ તા. હળવદ હોવાનું ખુલ્યું હતું
જેથી વિડીયો કોલથી ખરાઈ કરાવી પરેશ તેના પિતાને ઓળખી જતા બાળકિશોર માતા પિતાને સોપવામાં આવ્યો હતો અને પોલીસે બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ ડી વી ડાંગર, જગદીશ ડાંગર, પીયુષ બકુત્રા, સંતોષદાન ગઢવી સહિતની ટીમ જોડાયેલ હતી.

(11:55 am IST)