Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જસદણના વડોદ પાસે પ્‍લોટમાં મકાન બનાવવા પ્રશ્ને પોપટભાઇને હડધુત કરી ૪ શખ્‍સોની ધમકી

વડોદ ગામના ગદા ઉર્ફે રણછોડ, બાબુ શિયાળ, પ્રાગજી ડાભી અને ઘુઘા શિયાળ સામે ગુનો

રાજકોટ તા. ૧૯ :.. જસદણના વડોદ ગામ પાસે ગોડલા ધાર ગામ જવાના રસ્‍તે પ્‍લોટમાં મકાન બનાવવા પ્રશ્ને યુવાનને ચાર  શખ્‍સોએ જ્ઞાતી પ્રત્‍યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વડોદ ગામમાં રહેતા પોપટભાઇ ઉર્ફે શકાભાઇ ભનાભાઇ વાળોદરા (ઉ.વ.૪પ) નો ગોડલાધાર ગામ જવાના રસ્‍તે રામાપીરની મઢુલીની બાજુમાં પ્‍લોટ આવેલ હોઇ, જે પ્‍લોટમાંથી બે મહિના પહેલા અડધો પ્‍લોટ તેણે ગામના જ ઘુઘા હરજીભાઇ શિયાળને મકાન ચણવા માટે એક ગામના રહેવાસીના સબંધના નાતે આપેલ હોય, જેમાં ગદા ઉર્ફે રણછોડ હરજીભાઇ શિયાળને પણ તેના ભાઇ ઘુઘાની બાજુમાં પોપટભાઇના પ્‍લોટમાં મકાન ચણવુ હોઇ, અન બાબતે ગઇકાલે ગદો ઉફે રણછોડ હરજીભાઇ શિયાળ, લાલુ કુકાભાઇ શિયાળ, પ્રાગજીભાઇ વેજાભાઇ ડાભી અને ઘુઘા હરજીભાઇ શિયાળ બે અલગ-અલગ બાઇક પર પોપટભાઇના પ્‍લોટે આવીને પોપટભાઇને જેમ ફાવે તેમ ગાળો આપી તેને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી કુહાડો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ચારેય શખ્‍સોએ પોપટભાઇના ઝૂપડામાં તોડફોડ કરી રૂા. ૪૦૦૦ નું નુકસાન કરી નાસી ગયા હતાં.

 

(11:33 am IST)