Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત

માત્ર ગિરનાર પર્વત ઉપર ૬.૪ અને નલીયામાં ૯ ડિગ્રીને બાદ કરતા સર્વત્ર લઘુતમ તાપમાનનો પારો ડબલ ડિઝીટમાં

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો યથાવત છે. અને માત્ર ગિરનાર પર્વત ઉપર ૬૪ ડિગ્રી તથા નલીયામાં ૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. અન્‍યત્ર લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજકોટમાં લઘુતમ તાપમાન ૧૩.૩ ડિગ્રી નોંધાયું છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો થાય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
જુનાગઢ
(વિનુ જોશી) જુનાગઢ : સોરઠમાં આજે ઠંડીમાં આંશિક વધારો થતા ગિરનાર ખાતે ૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગઇકાલે  જુનાગઢનું લઘુતમ તાપમાન ૧ર.૬ ડિગ્રી રહ્યા બાદ આજે પારો નીચે ઉતરીને ૧૧., ડિગ્રીએ સ્‍થિર થતા ગુલાબી ઠંડી વધી હતી.
ગિરનાર પર્વત ખાતે પણ ઠંડી વધીને ૬.૪ ડિગ્રી નોંધાઇ હતી. આજે વાતાવરણમાં ભેજ ઘટીને ૭૮ ટકા રહ્યો હતો. જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.ર કિ.મી.ની રહી હતી.

કયાં કેટલી ઠંડી
શહેર     લઘુતમ તાપમાન
અમદાવાદ    ૧૪.૧ ડિગ્રી
વડોદરા     ૧ર.૬ ''
જુનાગઢ     ૧૧.૪ ''
ભાવનગર     ૧પ.ર ''
ગિરનાર     ૬.૪ ''
ભુજ     ૧૪.પ ''
દાદારાનગર હવેલી     ૧પ.૬ ''
દમણ    ૧પ.ર ''
દિવ     ૧૪.૧ ''
દ્વારકા     ૧૭.૩ ''
ગાંધીનગર     ૧૧.૦ ''
કંડલા     ૧૩.પ ''
નલીયા    ૯.૦ ''
ઓખા     ૧૯.૬ ''
પાટણ     ૧ર.ર ''
પોરબંદર     ૧૪.૦ ''
રાજકોટ     ૧૩.૩ ''
સાસણ ગીર    ૧૬.૯ ''
સુરત    ૧પ.૬ ''
વેરાવળ    ૧૬.૯ ''

 

(11:31 am IST)