Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ગીર-સોમનાથના કોડીનારની યુવતિના અભિનયનો ઓજસ યુપી ચૂંટણી પ્રચારમાં છવાયો

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા. ૧૯ :. મૂળ ગીર સોમનાથ જીલ્લાના કોડીનારના વતની અને હાલ અમદાવાદ સ્થિત મૈત્રી જોશીનો અભિનય ઉત્તર પ્રદેશની યોગી-મોદીની પ્રતિષ્ઠાની ચૂંટણીના પ્રચાર સોંગમાં જોવા મળી રહી છે.

મૈત્રી કહે છે હું આ ફીલ્ડમાં ૨૦૧૪થી છું અને મારૂ બાળપણ કોડીનારમાં વીત્યુ છે અને હજુય મારો પરિવાર કોડીનારમાં રહે છે અને વર્ષમાં એક વખત હું કુળદેવીને પગે લાગવા જાઉં જ છું.

યુ.પી. ભાજપ ચૂંટણી પ્રચારનું આ સોંગ દોઢથી પોણા બે મીનીટનું છે, જેમા મારી એકટીંગ છે. જે સોશ્યલ મીડિયામાં પણ જબ્બર પ્રતિસાદ મળ્યો છે.

મારા અભિનીત એક ફીચર ફિલ્મ અને એક વેબ સીરીઝ આ વર્ષમાં રીલીઝ થશે.

આમ નાના એવા કોડીનાર ગામની દિકરીનો અભિનય રાષ્ટ્રીય મહાનુભાવોની વિકાસગાથા સાથે રાષ્ટ્રીય કક્ષાએ કોડીનાર - ગીર સોમનાથ જીલ્લા અને ગુજરાતનું યશસ્વી ગૌરવ વધાર્યુ છે અને તેમના અભિનીત આ ગીત ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં બીજેપીની સોશ્યલ મીડિયા માધ્યમમાં છવાઈ ગયુ છે.

(11:29 am IST)