Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

વાંકાનેરના તસ્વીરકાર ભાટી એન.ની મારૂ વણઝારા સમાજના ઉપપ્રમુખ પદે નિમણૂંક

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૯ :. વાંકાનેરના ગુજરાતના વિખ્યાત તસ્વીરકાર ભાટી એન.ની મારૂ વણઝારા સમાજના ઉપપ્રમુખ પદે નિમણૂંક કરાઈ છે.

ગુજરાત મારૂ વણઝારા સમાજની સ્થાપના કરવાનું ગુજરાતના વિખ્યાત આઈ.પી.એસ. અધિકારીને વણઝારા સમાજનું ગૌરવ સમા ડી.જી. વણઝારાને સચિવ કે.જી. વણઝારાને જ્ઞાતિ માટેની પ્રગતિ કરવાની ખેવના જાગી અને તેમની સંગાથે સમગ્ર ગુજરાતનો વણઝારા સમાજ એક તાંતણે બંધાવા લાગ્યોને ગુજરાતના જિલ્લે...જિલ્લે... જઈ ત્યાંના અગ્રણી વણઝારાઓને મળી પ્રથમ જિલ્લા કક્ષાનું સંગઠન બોડી બનાવી બાદમાં તા. ૧૫-૩-૨૦ના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના નામાંકિતને ખંતિલા આગેવાનનું સિલેકશન કરી ૩૧ જણાને રાખી મારૂ વણઝારા સમાજ ગુજરાત નામે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી ગુજરાતના વણઝારાઓનું વ્યવસ્થિત સંગઠન થયુ ત્યાર બાદ કોરોનાના કારણે ટ્રસ્ટની પ્રવૃતિમાં બ્રેક લાગી ગયેલ પણ તા. ૧૬-૧-૨૨ના રોજ ગાંધીનગર ખાતે ટ્રસ્ટની મીટીંગ બોલાવવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત મારૂ વણઝારા સમાજ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પથરાયેલ લાખો વણઝારા વસવાટ કરે છે. જેથી તમામ વિસ્તારને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી લાગણી આ સંસ્થાના સ્થાપક ડી.જી. વણઝારાને આ સંસ્થાના પ્રમુખ કે.જી. વણઝારાની અધ્યક્ષતામાં ગુજરાતના વિખ્યાત ફોટો જર્નાલિસ્ટ ભાટી એન.ની બેનમૂન સેવાને ધ્યાને લઈને ગુજરાત મારૂ વણઝારા સમાજના પ્રદેશ 'ઉપપ્રમુખ' તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાટી એન.ને સમાજના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવતા વણઝારા સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે. ભાટી એન.ને ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ, શ્રેષ્ઠ ફોટો જર્નાલિસ્ટ એવોર્ડ, ગુજરાત પ્રીન્ટ મિડીયા એવોર્ડ જેવા અસંખ્ય સન્માનોને વાંકાનેર નગરપાલિકાના ત્રણ ટર્મ કોર્પોરેટર રહી ચૂકયા છે. વણઝારા સમાજના ભાટી એન. જ્ઞાતિના ઉત્થાન કાર્યો કરવામાં ચોક્કસ મદદરૂપે થશે. આવતા દિવસોમાં ગાંધીનગર ખાતે વણઝારા સમાજનું ભવ્યાતિભવ્ય ભવન બનાવવાનું અભિયાન ડી.જી. વણઝારાને કે.જી. વણઝારાની આગેવાની ચાલુ કરેલ છે. તેમા રવિવારની મીટીંગમાં જ્ઞાતિ અગ્રણીઓએ દાનની સરવાણી વહેવડાવતા દોઢ કરોડનું ભંડોળ ભવન બનાવવા માટે એકત્ર થઈ ગયેલ છે. આવતા દિવસોમાં વણઝારા સમાજની પ્રગતિના કાર્યો કરશે. ભાટી એન. અને અન્ય આગેવાનોને અન્ય હોદ્દાઓ  આપવામાં  આવેલ છે.

(11:15 am IST)