Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

લોધીકા તાલુકાના સાત ગામના બિનહરીફ ઉપસરપંચો

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૯: લોધીકા તાલુકાના ખીરસરા મેટોડા લોધીકા પાળ વાજડી વડ હરીપર પાળ મોટાવડા ગામના બિનહરીફ ઉપસરપંચો

લોધીકા તાલુકાના ૩૬ ગામ પંચાયતના ઉપસરપંચોની ચુંટણી તા૧૮/૧ ના રોજ યોજાયેલ જેમાં લોધીકા તાલુકા ના ખીરસરા ગામ ના ઉપસરપંચ તરીકે ખીમજીભાઈ સાગઠીયા લોધીકાના ઉપસરપંચ તરીકે લોધીકા દુધ મંડળીના પ્રમુખ દિલીપભાઈ મારકણા મેટોડા ગામ ના ઉપસરપંચ તરીકે લોધીકા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગશીયા ના પત્ની મંજુલાબેન દિલીપભાઈ કુગશીયા હરીપર પાળ ના ઉપસરપંચ તરીકે ભીખુભાઈ ડાંગર વાજડી વડ ના ઉપસરપંચ તરીકે ભારતીબેન રાજેશભાઈ રાઠોડ પાળ ગામના ઉપસરપંચ તરીકે ભુપતભાઈ વસોયા સહીત ના તમામ ઉપસરપંચોની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.

(11:14 am IST)