Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

જેતપુર જામકંડોરણા વિસ્તારમાં ૯ પેટા આરોગ્ય કેન્દ્ર મંજુર

ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની રજુઆતને સફળતા

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૧૯ : જેતપુર જામકંડોરણા ગ્રામ્ય લોકોની જન સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા લોકોને નજીક તેમજ ઝડપી આરોગ્યની સુવિધા મળે તે માટે ૯ પેટા આરોગ્ય કેન્દ્ર યુવા ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની રજુઆતના પગલે મંજુર કરવામાં આવેલ છે. જેમાં જામકંડોરણા, દડવી, રોઘેલ, ચારણસમઢીયાળા, ડેડરવા, આરબ ટીંબડી, મોટા ગુંદાળા, વિરપુર, ઉમરાળી એમ નવ પેટા આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવેલ છે. આ પેટા આરોગ્ય કેન્દ્રમાં ડાયાબિટીસ, બી.પી. તેમજ હિમોગ્લોબીનના રિપોર્ટ તેમજ પ્રાથમિક સારવાર, કાયમી રોગોનું દર્દીઓનું ચેકઅપ જેવી સુવિધાઓ વિનામૂલ્યે મળી શકશે.

(10:47 am IST)