Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

હળવદ તાલુકામાં કાલથી સરપંચો ચાર્જ સંભાળશે : ઉપસરપંચની વરણી કરાશે

તા. ૧૯ થી ૨૩ દરમિયાન સરપંચો સતાના સૂત્રો સંભાળશે : ઉપસરપંચ બનવા માટે એડી ચોટીનું જોર લગાવતા વગદારો!

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૯: તાલુકાની ૬૨ ગ્રામ પંચાયતમાં આવતીકાલે એટલેકે ૧૯થી ૨૩મી દરમિયાન નવા ચૂંટાયેલા સરપંચ ચાર્જ સંભાળશે સાથે જ ઉપસરપંચની વરણી પણ કરવામાં આવશે જો કે ઉપ સરપંચ બનવા માટે અત્યારથી જ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.

તાજેતરમાં જ યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમા વિજેતા થયેલ સરપંચ અને સભ્યોની પ્રથમ બેઠક મળશે આ બેઠકમાં ચૂંટાયેલા નવા સરપંચ ચાર્જ સંભાળશે તેમ જ ઉપસરપંચની વરણી કરવામાં આવશે. આ સાથે જ ગામના વિકાસના કામો ને વેગવંતા બનાવવામાં આવશે.

કયા ગામના સરપંચ કયારે સંભાળશે ચાર્જઃ કોણ બનશે ઉપ સરપંચ..?

તા-૧૯/૧/૨૦૨૨: ઈંગોરાળા,ક વાડિયા, કેદારીયા, ઘણાંદ, ખોડ, ઘનશ્યામનગર, ઘનશ્યામપુર, ધનાળા,ચરાડવા,જુના દેવળીયા,જુના અમરાપર,ટીકર(રણ)નવા માલણીયાદ, મયુરનગર,માથક, માલણીયાદ, મેરૂપર, શિરોઈ, વાંકીયા, સાપકડા,સુસવાવ,સુંદરી ભવાની,ઘણાદ

તા-૨૦/૧/૨૦૨૨ : અજીતગઢ,ખેતરડી,ગોલાસણ, જોગડ,નવા અમરાપર,નવા દ્યાટીલા,નવા દેવળિયા,પ્રતાપગઢ, ભલગામડા, મિયાણી,રણજીતગઢ, રાતાભેર, રાયસંગપુર, સમલી, સુખપર, સુરવદર, સુંદરગઢ, દીઘડીયા, બુટવડા

તા-૨૨/૧/૨૦૨૨: કડીયાણા,કોયબા,ચંદ્રગઢ,ચાડધ્રાં, ડુંગરપુર, ચીત્રોડી, ઢવાણા, દેવીપુર, નવા ઘનશ્યામગઢ,પલાસણ, પાંડાતીરથ, મયાપુર,માણેકવાડા, માનગઢ, માનસર,રણમલપુર, રાણેકપર, રાયધ્રા, સરંભડા, કીડી,

તા-૨૩/૧/૨૨ : ચુપણી

ઉપ સરપંચ પદમાં ટાઈ પડે તો ચીઠ્ઠી ઉછાળવામાં આવશે

૬૨ ગ્રામ પંચાયત પૈકીની દ્યણી બધી ગ્રામ પંચાયતો એવી છે કે જયાં ચૂંટાયેલા સરપંચની પેનલમાં અને સામે સરપંચ પદે હારી ગયેલા ની પેનલમાં સરખા-સરખા સભ્યોનું સંખ્યાબળ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ઉપ સરપંચપદ માટે ચૂંટણી યોજાશે જોકે ૧૫ જેટલી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદ માટે ટાઈ પડે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં હાજર રહેલા અધિકારીઓ ચીઠ્ઠી ઉછાળી ઉપસરપંચ નક્કી કરશે તેવું પણ જાણવા મળ્યુ છે. સાથે જ કેટલી ગ્રામ પંચાયતોમાં ઉપ સરપંચ પદ મેળવવા એક-બીજી પેનલ વોર્ડના સભ્યોને તોડવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

(10:46 am IST)