Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

શિયાળાની સીઝનમાં વઢવાણના મરચાનું વેચાણ કરી આવક મેળવતી મહિલાઓ

સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને અપાતી રોજગારી : મરચાની માંગ વધતા અન્ય રાજયોથી લઇ દુબઇ, ઇંગ્લેન્ડ, અમેરીકા સહિત દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગતા વિદેશ સુધી સોડમ પ્રસરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ : વઢવાણીયા મરચાની સીઝન હાલ પુર બહારમાં ખીલી છે.ત્યારે વઢવાણના સ્વાદમાં એકદમ વ્યવસ્થીત આ મરચાની દર વર્ષે ખૂબ માંગ રહે છે. ત્યારે વઢવાણના મરચાની સોડમ મહિલાઓના ગૃહ ઉદ્યોગ થકી દેશ વિદેશ સુધી પ્રસરી જવા પામી છે. શિયાળામાં આ મરચાની માંગ વધુ હોય છે. ગૃહ ઉદ્યોગ દ્વારા આ વઢવાણીયા મરચાને આથી અમારી ટીમ દ્વારા બનાવાય છે જેમાં રાયતા મરચા બનાવી વેચાણનો ગૃહઉદ્યોગ ૫૦ થી ૧૦૦ જેટલી મહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે. આ મરચાની સીઝન દરમિયાન ૪૦,૦૦૦ કિલો જેટલા મરચાનું ઉત્પાદન મા વેચાણ થાય છે. આ મરચાનું દેશમાં મહારા કોલકતા, મહારાષ્ટ્ર,સાઉથના સહિત રાજયો ગુજરાતના આસપાસના રાજયોમાં વેચાણ કરાય છે. આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે.જેના કારણે અમેરીકા, ઇંગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે.

દર વર્ષે સીઝનના ૨૦૦૦ મણ જેટલા રાયતા મરચાના ઉત્પાદન થકી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે. અને આ સંસ્થા દ્વારા સીઝનમાં ૧૫ થી ૧૮ લાખના મરચાનું વેચાણ કરવામાં આવે છે. આ અંગે વર્ધમાન ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુકલએ જણાવ્યું કે અમારા ગૃહ ઉદ્યોગ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોડકટ જેવી કે મરચું, અથાણા,ખાખરા, પાપડ,જેવી વસ્તુ બનાવીને બહેનો રોજગારી મેળવે છે. હાલ વઢવાણીયા મરચાની સીઝન હોય ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે. આ રાયતા મરચાની સીઝનમાં અહીયા કામ કરતી બહેનોને રોજના ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આવક મેળવી રહી છે. આ ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ વિધવા મહિલા તેમજ જરૂરીયાત વર્ગની મહિલાઓને રોજગારી મળે તે મુખ્ય છે. ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતી વસ્તુની કવોલિટી પણ સારી હોવાથી લોકો આ વસ્તુઓ લેવા માટેનો આગ્રહ રાખતા હોય છે.

આ મરચાની સીઝન દરમિયાન ૬૦,૦૦૦ કિલો જેટલા મરચાનું ઉત્પાદન વેચાણ થાય છે. આ મરચાનું દેશમાં મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજયો સહિત ગુજરાતના આસપાસના રાજયોમાં વેચાણ કરાય છે. આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે.જેના કારણે અમેરીકા, ઇગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છ

મહિલાઓને આર્થિક પગભર બનાવવા પ્રયાસ

વર્ધમાન ગૃહ ઉદ્યોગના સંચાલિકા પન્નાબેન શુકલા જણાવે છે કે, આ રાયતા મરચાના ગૃહ ઉદ્યોગ થકી ૫૦થી વધુ મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.આ મહિલાઓ પોતાના ઘરકામ સહિત પુર્ણ કર્યા બાદના ફાજલ સમયમાં આ જોબવર્ક થકી દરરોજના ૩૫૦ થી ૫૦૦ જેટલા રૂપીયા કમાય છે.જયારે સંસ્થા તરફથી એવી જરૂરીયાત મંદ મહિલા, વિધવા મહિલાને પણ રોજગાર અપાય છે.

૧૨ માસ સુધી બગડે નહીં તે માટે ખાસ પેકિંગ પ્રિઝર્વેશન

વઢવાણીયા મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે સંસ્થા દ્વારા તેના કવોલીટી અને પેકીંગ પ્રિઝર્વેશન પર ખાસ ધ્યાન અપાયુ છે.વઢવાણી રાયતા મરચા બનાવવા રાઇ, હળવદ,મીઠુના ઉપયોગ સાથે લાંબા સયમ સુધી સાચવવા લીંબુના રસ અને સરસવના તેલનો ઉપયોગ કરાય છે.જયારે એરટાઇટ પેકીંગના કારણે મરચા લાંબો સમય સચવાઇ રહે છે.અને ૧૨ માસ સુધી ન બગડતા વિદેશો સુધી પહોંચી શકયા છે.

(10:15 am IST)