Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજુલાના વડલી-ઝાંઝરડા નાના રીંગણીયાળા રોડનું કામ મંજુર કરાવતા અંબરીશ ડેર

રાજુલા, તા.૧૯: તાલુકાના રાજુલા કુંડલીયાળા/ચારોડીયા રોડને વડલી ગામથી લિંન્ક રોડ બનાવી નાના રીંગણીયાળા-રાજુલા રોડ ઘુઘરીયાળી માતાજી મંદીર સુધી જોડવાની વડલી ગ્રામ પંચાયતના સરપંચની અગાઉ ભાજપના શાસનથી માંગ હતી જે રાજુલાના યશસ્વી ધારાસભ્ય અંબરીશભાઈ ડેરે માત્ર ચાર વર્ષમાં પુરી કરી આ નોન પ્લાન્ટ રોડ મંજુર કરાવેલ જેને ચાર-પાંચ માસ વિતવા છતાં ભાજપ શાસિત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પોતે વડલી ગામના જ હોવા છતાં પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી તાત્કાલિક કામ શરૂ કરાવવાના બદલે આ રોડનુ કામ શરૂ કરવા વિલંબ થવા સામે સરકાર ઉપર દોષારોપણ કરતા હોવાના અહેવાલ અન્ય મિડીયાના માધ્યમથી વહેતા થયેલ જેથી સસ્તી પ્રસિદ્ઘિ મેળવવા અને રાજકિય ખેંચતાણને લીધે આ રોડના કામમા રોડા નાખી રહ્યા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ માત્ર અઢીથી ત્રણ કિ.મી.નો લિંક નોન પ્લાન્ટ રોડ બનવાથી ઝાંઝરડા તેમજ ઉપરવાસના ગામોના લોકોની પરિવહન સુખાકારી વધવાની સાથે રાજુલા ૫ કિ.મી.નુ અંતર દ્યટી જાય તેમ છે માટે તા.પંચાયતના પ્રતિનિધિત્વએ રાજકિય કિન્નાખોરીને કોરાણે મુકી યશભાગી થવુ જોઈએ તેવું આસપાસના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

(10:13 am IST)